બ્રિટનના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ, 2 કર્મચારી ઘાયલ

લંડનના પોર્ટ ટૈલબોટ, વેલ્સ સ્થિત ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ થયા છે. યુકે મીડિયા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. ધમાકા બાદ પ્લાન્ટના આજુબાજુ રહેતા લોકોએ પોલીસને જાણકારી આપી હતી. આ ધમાકાઓમાં 2 લોકો ઘાયલ થવાની જાણકારી મળી છે. વિસ્ફોટ થવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થઇ શક્યું નથી.સાઉથ વેલ્સ પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ઘટનાની જાણકારી છે. ઇમરજન્સી સેવાઓ આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્થાનિક સમય પ્રમાણે, મળસ્કે 3.30 વાગ્યે આ ધમાકા થયા હતા. આ પ્લાન્ટમાં 4 હજારથી વધારે કર્મચારી કામ કરે છે. ટાટ સ્ટીલ યુરોપે 2 કર્મચાકી ઘવાયા હોવાની પૃષ્ટિ કરી છે અને સાથે જણાવ્યું છે કે આગને નિયંત્રણમાં લઇ લેવામાં આવી છે.પ્રાથમિક સુચનાઓ પરથી માહિતી મળી છે કે પીઘળેલી ઘાતુને લઇ જવા માટે વપરાતી ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ધમાકાઓના કારણે કેટલીક જગ્યાઓ પર આગ લાગી હતી, જેને લીધે ઇમારતને નુકસાન થયું છે. હાલ આગ કાબુમાં છે.