બોલીવૂડનો એલિજેબલ બેચલર સલમાન સરોગસી દ્વારા પિતા બનશે..?!!

સલમાન ખાન હજી સુધી લગ્ન કરવા માટે તૈયાર નથી. તે બોલીવૂડનો એલિજેબલ બેચલર ગણાય છે. પરંતુ હાલ તેને લગતી એક નવી ખબર આવી છે કે, તે સરોગસી દ્વારા પિતા બનવા માગે છે. જાકે ભારતમાં તેના માટે આ શક્્ય નથી. કુંવારી વ્યક્ત ભારતમા સરોગસી દ્વારા માતા કે પિતા બની નથી શકતા કે સલમાન વિશેની વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જાણવા મળ્યું નથી.
સલમાનના નજીકના એક સૂત્રે જણાવ્યું છે કે, સલમાન સરોગસી દ્વારા પિતા બનવાની પ્લાનિંગ કરી રહ્યો છે. તેણે લગ્ન માટે હજી સુધી વિચાર કર્યો નથી. પરંતુ તેને બાળકો અતિ પ્રિય છે. જાકે સલમાન માટે ભારતમાં સરોગસી દ્વારા પિતા બનવું શક્્ય નથી. સંસદમાં સરોગસી માટે એક ખરડો પસાર થયો છે. જેમાં વ્યવસાયિક સરોગસી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નિઃસંતાન ભારતીય દંપતિઓની જરૂરિયાત માટે સરોગસીની મંજૂરી આપવામાં આવશે. સરોગસી હવે વ્યવસાય નહી પરંતુ પરોપકારનું સાધન રહેશે.