બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…

મુંબઈ : અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિએ તેના પર થપ્પડ મારી અને દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ વ્યક્તિએ એક્ટર સામે પુણેનાં યવત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઇએ કે, આ ઘટના ૧૫ જાન્યુઆરીની છે. આ ઘટનાનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે પુણે-સોલાપુર હાઈવે પર એક વ્યક્તિએ મહેશ માંજરેકરની કારને ટક્કર મારી હતી. તે પછી મહેશ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને બીજી કારવાળા સાથે તેમનો વિવાદ શરૂ થયો હતો.
આ ઘટના બાદ વ્યક્તિએ મહેશ પર દુર્વ્યવહાર અને થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો હતો. વ્યક્તિનું કહેવું છે કે, કારની ટક્કર થતા તે ઝઘડો થયો હતો. હાલ માંજરેકર વિરુદ્ધ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ હેઠળ ફરિયાદ નોંધી છે. કામની વાત કરીએ તો મહેશ માંજરેકરે ઘણી ફિલ્મોમાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. તેમણે બોડીગાર્ડ, રેડી, હિંમતવાલા, દબંગ અને જય હો જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં મહેશ માંજરેકરને ફોન પર ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ૩૫ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
જે બાદ તેમણે આ અંગે દાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહેશ માંજરેકરનાં કહેવા મુજબ, કોલરે પોતાને અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમનો માણસ ગણાવ્યો હતો. જણાવી દઇએ કે, મહેશ માંજરેકર બોલિવૂડનાં મોટા દિગ્દર્શકોમાંના એક છે. જેમણે સંજય દત્ત સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. વળી, સંજય દત્ત સાથેની તેમની ફિલ્મ ‘વાસ્તાવ’ એ ઘણા મોટા એવોર્ડ જીત્યા છે.