બોલિવૂડમાં આઉટસાઇડર્સને સારા રોલ મળતાં નથી ઃ રકુલ પ્રીત સિંઘ

હોનહાર અભિનેત્રી રકુલ પ્રીત સિંઘે કÌšં હતું કે બોલિવૂડમાં આઉટસાઇડર્સ એટલે કે ફિલ્મી પરિવારના ન હોય એવા કલાકારોને સારા રોલ મળતા નથી.
‘જે પ્રતિભાવાન કલાકારો ફિલ્મી પરિવારના નથી હોતા એ આઉટસાઇડર્સ તરીકે ઓળખાય છે. તેમને સારા રોલ્સ મળતા નથી. તેમનો સંઘર્ષ સતત લંબાયા કરે છે. સેંકડો ઓડિશન્સ આપ્યા પછી પણ એમને પ્રતિભાને અનુરૂપ રોલ્સ મળતાં નથી’ એવી રાવ રકુલે કરી હતી.
તાજેતરમાં રકુલે અજય દેવગણ અને તબુ અભિનિત ફિલ્મ દે દે પ્યાર દે ફિલ્મ કરી હતી. એણે કÌšં કે મને અજય સરની ફિલ્મનો રોલ સારો લાગ્યો હતો એટલે મેં ફિલ્મ સ્વીકારી હતી. બાકી એક હકીકત છે કે તમે આઉટ સાઇડર હો તો બોલિવૂડમાં તમને સારા રોલ જલદી મળતા નથી. આ રોલ માટે મને વીસ પચીસ દિવસમાં દસ કિલો વજન ઊતારવાની સલાહ ડાયરેક્ટરે આપી હતી. મેં એને ચેલેન્જ ગણીને સ્વીકારી લીધી હતી અને દસ કિલો વજન ઊતાર્યું હતું.
અગાઉ રકુલે ૨૦૧૪માં યારીયાં અને ૨૦૧૮માં ઐયારી ફિલ્મ કરી હતી. બંને ફિલ્મો મધ્યમ સફળતાને વરી હતી. જા કે એનો યશ રકુલને મળ્યો નહોતો. એણે કÌšં કે મને હવે બોલિવૂડમાં સારી તક મળતી થઇ છે અને એક અભિનેત્રી તરીકે મારી ઓળખ થવા માંડી છે એનો મને આનંદ છે.