બોલિવુડના આ સિંગરે ખરીદી 10 કરોડની કાર, ફેમિલી સાથે કર્યો ફોટો શેર

ડીજેવાલે બાબુ, કર ગઇ ચુલ અને મર્સી જેવા સુપરહિટ સોંગથી ફેમસ બનેલા સિંગર અને રેપર બાદશાહે એક નવી સફળતા હાંસલ કરી છે. બાદશાહે દુનિયાની સૌથી મોંઘી કાર બનાવતી કંપનીમાંથી પોતાના માટે એક કાર ખરીદી છે. આ કારનું નામ છે. રોલ્સ રોયસ રેથ(Wraith). બાદશાહે આ કારનો ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો, જેમાં તેનો પરિવાર જોવા મળ્યો હતો.

લગભગ 10 કરોડની કિંમતની આ કારની તસવીરમાં બાદશાહનો પરિવાર જોવા મળ્યો હતો. કારના બોનટ પર તેની બહેન બેઠી હતી. બાદશાહે ફોટો શેર કરીને લખ્યું હતું કે, પરિવારમાં એક નવા સભ્યનું આગમન થયું છે.

બાદશાહની આ કારની કિંમતચ ભારતમાં લગભગ 10 કરોડની આસપાસ છે. બાદશાહ પહેલા અમિતાભ બચ્ચન અને સંજય દત્ત પાસે પણ આ કાર હતી.

રેથ કાર સૌથી શક્તિશાળી કારમાં શુમાર છે. 4 સેકેન્ડમાં આ કાર 100ની સ્પીડ પકડી લે છે. રોલ્સ રોયસ પોતાના ગ્રાહકોની પસંદ પર કારની અંદર બદલાવ પણ કરી આપે છે.