બોરીયા ગામમાં ગૌચર સરકારી જમીન બ્લોક નં – ૧૯૦ માં થયેલ બાંધકામ દૂર કરવા ફરિયાદ

પેટલાદ તાલુકાના બોરીયા ગામની બ્લોક નં – ૧૯૦ ગૌચર જમીનમાં  થયેલ કુલ ૮૦ કાચા પાકા ગેરકાયદે બાંધકામ મુદ્દે ગામના જાગૃત નાગરિક પિયુષ સી. પટેલ દ્વારા મુખ્યમંત્રી, ગુજરાત તકેદારી આયોગ અને એસીબી માં ફરિયાદ કરવામાં આવી. ગેરકાયદે બાંધકામ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યાં છે. ગૌચર સરકારી જમીન ૧૯૦ માં ગેરકાયદે જે તે સમય ન સરપંચ, તલાટી અને મળતીઆઓ દ્વારા ખોટી આકારણીપત્રક બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું.
વર્ષોથી પેટલાદ તાલુકાનું બોરીયા ગામ વારંવાર વાદ- વિવાદમાં રહેતું આવ્યું છે ચાહે માટીકામ કૌભાંડ હોય, ડસ્ટબીન કૌભાંડ હોય કે પછી ગૌચર સરકારી પડતર જામીન પચાવી પડવાનું કૌભાંડ હોય હાલમાં ૧૯૦ બ્લોક નં વાળી જમીન માં કરેલ ગેરકાયદે બાંધકામ મામલે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે એ વિષયે જોર પકડ્યું છે.ગૌચર જમીન કૌભાંડ અને બિનપરવાનગી બાંધકામ મુદ્દે  ગ્રામજનોમાં રોષ ભડકી ઉઠ્યો છે.
હાલમાં પણ આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી મૌન સેવી રહ્યા છે. ગામના જાગૃત ઉત્સાહી અને નીડર નાગરિક પિયુષ સી પટેલ દ્વારા મોજે બોરીયા ગામ ની ગૌચર જમીન બ્લોક નં- ૧૯૦ માં ગેરકાયદે બાંધકામ કરનાર જાણી જોઈને દૂર કરવાને બદલે ભ્રષ્ટાચાર આચરી આકારણી પત્રકે ચઢાવી ગુનાહિત કૃત્ય કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદ કરવામાં આવેલ છે.આ બાબતે અરજદારે આરટીઆઈ ના કાયદાનો ઉપયોગ કરી આ તમામ માહિતી એકત્રીત કરવામાં આવેલ છે અને આ સમગ્ર કૌભાંડ ને મીડિયા સમક્ષ લાવી તેનો પર્દાફાશ કરેલ છે.તેઓની ફરીયાદ માં કુલ ૮૦ મકાનો ગેરકાયદે બાંધકામ થયેલ છે અને તેમાં અંદાજીત ૩૫ મકાનો ની ખોટી આકારણી પત્રક બનાવેલ તથા ખોટા મિલકત નં  નોંધેલ છે.બ્લોક નં – ૧૯૦ વાળી ગૌચર જમીન માં બિનપરવાનગી બાંધકામ કરવામાં આવ્યુ છે. અને બિનપરવાનગી બાંધકામ માં આકારણી પર નામ કેવી રીતે આવ્યું અને મિલકત નંબર કેવી રીતે પડ્યો તે ચર્ચા એ જોર પકડયું છે.
ગૌચર જમીનમાં મકાનો બાંધવાનો કોઈ હક -હિત- અધિકાર ના હોવા છતાં પંચાયત ની બેદરકારી અને રેહમ નજર હેઠળ બિનઅધિકૃત બાંધકામ કરાવી તેના ઉપર ખોટી આકારણી અને મિલકત નંબર પાડવામાં આવ્યા છે. આજ દિન સુધી આ તમામ મિલકતો ના મિલકત વેરા પણ પંચાયત દફતરે જમા થયેલ નથી.આ સમગ્ર કૌભાંડ માં પંચાયતના પદાધિકારીઓ તથા તલાટી દ્વારા આ ગેરકાયદે મિલકતોની ખોટી આકારણી પત્રક કરવાનાં મકાન માલિકો પાસેથી  મારબત રકમ રૂ.૧૦૦૦૦ થી ૧૫૦૦૦૦ સુધી લેવામાં આવ્યા છે.આ સમગ્ર કૌભાંડ મામલે ગુજરાત તકેદારી આયોગ અને એસીબી ઝીણવટ ભરી તપાસ કરે તો હજુ વધારે કૌભાંડ બહાર આવે તેવી ગ્રામજનો માં ચર્ચા વિચારણા થઈ રહી છે. જ્યાં એક વર્ષ થી વધુ સમય થી દબાણો હોય તેને દૂર કરવા ટીડીઓ એ પંચાયત ના નિયમ ૧૦૫(૬) મુજબ નો ઉપયોગ કરી આવા ગેરકાયદે દબાણો દૂર કરવાના હોય છે. તેમ છતાં હજુ પેટલાદ ટીડીઓ આવી અનેક રજૂઆતો હોવા છતાં ધોર નિંદ્રા માં છે. હવે જોવાનું રહેશે કે આ બિનપરવાનગી બાંધકામ ને  તંત્ર ક્યારે દૂર કરશે.અને ભ્રષ્ટાચારિઓ સામે દંડનીય કાર્યવાહી ક્યારે કરશે એ જોવાનું રહ્યું..