બોક્સ ઓફીસ પર ’કબિર સિંઘ’નો તહલકો… સાત દિવસમાં રૂ.૧૩૫ કરોડની કમાણી

મુંબઈ,
શાહિદ કપૂરે બોક્સ ઓફિસ પર સફળતાનો ઝંડો સ્થાપી દીધો છે. તેની ફિલ્મ કબીર સિંહ ૧૦૦ કરોડ ક્લબમાં શામેલ થઇ ગઇ છે. કબીર સિંહ, શાહિદનાં કરિઅરની પહેલી સૌથી મોટી સોલો હિટ છે. તે ૧૦૦ કરોડ ક્લબમાં પહોચ્યા બાદ હવે ધીમે ધીમે તે ૧૫૦ કરોડ તરફ આગળ વધી રહી છે.

ફિલ્મને બોક્સ ઓફિસ પર ૭ દિવસ થઇ ગયા છે. તો સાથેજ આ ફિલમે કમાણીનાં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ’કબિર સિંહ’ને એક અઠવાડીયું પૂર્ણ કર્યા બાદ અમે આપને આ ફિલ્મની સંપૂર્ણ બોક્સ ઓફિસ રિપોર્ટ આપી રહ્યાં છીએ.
ફિલ્મ કબિર સિંહે ૨૭ જૂને ૨૦.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા દિવસે ૨૨ કરોડ રૂપિયા, ત્રીજી દિવસે ૨૭ કરોડ રૂપિયા. ચોથા દિવસે ૧૭ કરોડ રૂપિયા, પાંચમાં દિવસે ૧૬ કરોડ રૂપિયા છે. છઠ્ઠા દિવસે ફિલ્મની કમાણી ૧૬ કરોડ રૂપિયાથી ઓછી હતી. રડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ’કબીર સિંહ’એ ગત ગુરૂવારે એટલે કે ૨૭ જૂનનાં આશરે ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મે ૨૭ જૂનનાં રોજ ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે સાત દિવસમાં કૂલ ૧૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ ટૂંક સમયમાં ૧૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લેશે.