બે લંગોટિયા મિત્રોની જેમ G7 સંમેલન દરમ્યાન મળ્યા પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ…

ખુબ હસી મજાકની પળો માણી : મજાકમાં ટ્રમ્પએ કહ્યુકે મોદીને ઈંગ્લીશ બહુ સારું આવડે છે પણ તેઓ તે બોલતા નથી…

પેરીસ : વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સોમવારનાં રોજ મીડિયા સામે મુલાકાત થઇ. આ દરમ્યાન જ્યાં બંને દેશોનાં નેતાઓનાં કાશ્મીર જેવાં ગંભીર મુદ્દાઓ પર પોતાની વાતો મૂકી, ત્યાં કેટલીક રમુજી ઘટના પણ જોવાં મળી. બન્ને મહાનુભાવો એ રીતે વાતો કરી રહ્યા હતા જાને કે બન્ને લંગોટિયા મિત્રો હોય.

એક પત્રકારનાં સવાલ પૂછ્યા બાદ ટ્રમ્પે અચાનક જ મોદીની અંગ્રેજીની પ્રશંસા પણ કરી. કાશ્મીર મામલા મુદ્દે ટ્રમ્પનાં (Donald trump) નિવેદન બાદ હવે મીડિયાકર્મીઓએ પીએમ નરેન્દ્ર મોદીને (Narendra modi) આ મુદ્દા પર પોતાનો વિચાર રજૂ કરવાનું કહ્યું તો મોદીએ ખૂહ જ ચાલાકીથી હિંદીમાં પોતાનો જવાબ આપતા કહ્યું કે, ‘મને લાગે છે કે આ મુદ્દા પર હવે અમને બંનેને વાત કરવા દો, અમે બંને આગળ વાત કરતા રહીશું. જ્યારે પણ જરૂરિયાત પડશે તો આપની આની જાણકારી પહોંચાડી દઇશું.’

જેના પર ટ્રમ્પે વચ્ચે કહ્યું કે, ‘હકીકતમાં પીએમ મોદી ખૂબ સારું અંગ્રેજી બોલે છે પરંતુ હવે તેઓ આ વિશે વાત કરવા નથી ઇચ્છતા.’ ટ્રમ્પનું આવું કહેતા જ ત્યાં હાજર લોકો જોરજોરથી હસવા લાગે છે. પીએમ મોદી સાથે મુલાકાત દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘અમે લોકો વેપારને લઇને વાત કરી રહ્યાં છીએ, અમે લોકો સૈન્ય અને બીજી મહત્વપૂર્ણ ચીજોને વિશે વાત કરી રહ્યાં છીએ. ગઇ રાત્રીએ ડિનરને માટે અમે બંને સાથે હતાં. જ્યાં મેં ભારતને વિશે ઘણું બધું શીખ્યું.’ તમને જણાવી દઇએ કે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાને જ્યારે પણ મળે છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર મુલાકાત કરે છે.

  • Nilesh Patel