બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત પરિવારોનાં ૯ તાલીમાર્થીઓને નોકરી માટેનાં નિમણૂંકપત્રો એનાયત કરાયા…

29

 

  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી પ્રભાવિત પરિવારની સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ.  દ્વારા ૨૧ સિલાઇ મશીનોનું વિતરણ કરાયું…
  • મહિલાઓની આવક નિર્માણમાં મદદ કરવા બૃધી નામનું સ્વયં-મદદ જૂથ રજીસ્ટર કરવામાં આવ્યું…

આણંદ : વેગશક્તિ મહિલા કલ્યાણ સંગઠન (વીએમકેએસ) (નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની છત્રછાંયા હેઠળની સ્ત્રીઓની સંસ્થા) દ્વારા આણંદ જિલ્લામાં પ્રોજેક્ટથી પ્રભાવિત થયેલા પરિવારોની સ્ત્રીઓને ૨૧ સિલાઇ મશીનો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટથી પ્રભાવિત થયેલા પરિવારો માટેનાં આવક પુનઃસ્થાપન પ્રોગ્રામ અંતર્ગત, ગ્રામિણ સ્વ રોજગાર તાલીમ સંસ્થાઓ (આરએસઇટીઆઇ) મારફત નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આણંદ જિલ્લાનાં બોરિયાવી અને સામરખા ગામની સ્ત્રીઓ માટે એક મહિનાનો, મફત ‘સિવણ અને દરજીકામ’ના તાલીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કોર્સની રચના સ્ત્રીઓમાં કૌશલ્યોનું વર્ધન કરવા માટે અને તેઓને આવકનું નિર્માણ કરવા અને આત્મનિર્ભર બનાવવા માટે સક્ષમ કરવામાં આવી રહી છે.

આ સ્ત્રીઓની આવકનું નિર્માણ કરવામાં મદદરૂપ થવા દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ અર્બલ લાઇવલિહૂડ્સ મિશન (ડીએવાય-એનયુએલએમ) અંતર્ગત બૃધી (બુલટ રૂરલ એન્ડ અર્બન ડેવલપમેન્ટ બાય હોલિસ્ટિક એન્ટરપ્રોન્યુરલ એજ્યુકેશન) નામનું એક સ્વ-મદદ ગ્રુપ પણ આણંદ જિલ્લામાં રજિસ્ટર કરવામાં આવ્યું છે.

એનએચએસઆરસીએલ દ્વારા પ્રોજેક્ટથી પ્રભાવિત થયેલા પરિવારો માટે બાંધકામ કૌશલ્ય તાલિમ સંસ્થા (સીએસટીઆઇ) સાથે સહયોગમાં બાંધકામ સંબંધિત તાલીમ પ્રોગ્રામ પણ યોજવામાં આવી રહ્યા છે અને આજે ૧૮ (અઢાર) તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યા બાદ નોકરી માટેનાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

સીએસટીઆઇમાં બાંધકામ સંબંધિત તાલીમમાંથી ૩૪ કરતા વધારે તાલીમાર્થીઓ તાલીમ લઇ રહયા છે જેઓ તેમનામાં કૌશલ્યો અને નોકરીની યોગ્યતાઓ વધારી રહ્યા છે.

આ પ્રસંગે એનએચએસઆરસીએલનાં મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અચલ ખરેએ “એનએચએસઆરસીએલની જમીનની અધિગ્રહણની પ્રક્રિયા માત્ર વળતર, આર એન્ડ આર સહાયતા વગેરે પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રોજેક્ટથી પ્રભાવિત થતા લોકો માટે કૌશલ્ય વિકાસ, આવક પુનઃસ્થાપન માટે તાલીમ સુધારણા અને રોજગારીનાં પુનઃસ્થાપનનો વિકાસ અને આવક નિર્માણની તકોનો પણ સમાવેશ કરે છે. પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થતા લોકો ઉપલબ્ધ વિકલ્પોથી સારી રીતે સૂચિત હોય અને ભાગ લેવા માટેની પર્યાપ્ત તકો આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વ્યાપક જોડાણો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું કહયું હતું.

શ્રી અચલ ખરેએ મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટનાં ૩૦૦ કરતા વધારે પ્રોજેક્ટથી પ્રભાવિત લોકોને (ગુજરાતમાં ૨૬૯ પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો) આવક પુનઃસ્થાપન પ્લાન અંતર્ગત આ તાલિમ પ્રોગ્રામોથી લાભો મળ્યા છે અને ૧૦૦ કરતા વધારે લોકોને નોકરી પર રાખી લેવામાં આવ્યા છે અથવા તો તેઓનો પોતાનો બિઝનેસ શરૂ કર્યો હોવાનું  જણાવ્યું હતું.

શ્રી ખરેએ બાંધકામ કૌશલ્યો, હોટેલ મેનેજમેન્ટ, પાયથોનનો ઉપયોગ કરતા ડેટા એનેલિટિક્સ, મોબાઇલ રીપેરિંગ, બાઇક રીપેરિંગ, ઇલેક્ટ્રિશિયન વગેરે સહિત મોટી સંખ્યામાં તેનાં જેવા તાલિમ પ્રોગ્રામો એમએએચએસઆર કોરિડોરમાં વિવિધ ગામોમાં હાથ ધરવામાં આવી રહ્યા છે કોરિડોરમાં વિવિધ જીલ્લાઓમાં તાલિમ સંસ્થાઓ અને તાલિમ પ્રોગ્રામોની યાદી, આ તાલિમોમાં ભાગ લેવા માટેની અરજી પત્રકો અને જવાબદાર એનએચએસઆરસીએલ અધિકારીઓની સંપર્કની વિગતો અમારી આ અધિકૃત વેબસાઇટ www.nhsrcl.in પર ઉપલબ્ધ હોવાનું  જણાવ્યું હતું.

આ પ્રસંગે એનએચએસઆરસીએલનાં અધિકારીઓ, ગામના સરપંચશ્રી, વેગશક્તિ મહિલા કલ્યાણ સંગઠન (વેએમકેએસ) નાં પ્રમુખ, એનએચએસઆરસીએલનાં વડોદરાનાં સીપીએમ તથા ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે સંસ્થાનાં મહિલા અધિકારીઓ અને એનએચએસઆરસીએલમાં કામ કરતા અધિકારીઓનાં પત્નિઓની બનેલી અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ની છત્રછાંયા હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી વેગશક્તિ મહિલા કલ્યાણ સંગઠન (વીએમકેએસ) દ્વારા આઇઆઇટીજીએનની બે પસંદ થયેલી સ્ત્રી વિદ્યાર્થીનીઓમાંથી દરેકને તેઓનાં બીટેકનાં અભ્યાસનાં તમામ ચાર વર્ષો માટે રૂપિયા ૭૫,૦૦૦/-  ની શિષ્યવૃત્તિ પ્રદાન કરી છે.

આરએસઇટીએ ગ્રામિણ સ્વ-રોજગાર તાલિમ આપતી સંસ્થાઓ છે, તે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા ગ્રામિણ યુવાઓને તાલિમ આપવા અને કૌશલ્ય વધારવા માટે દેશનાં દરેક જીલ્લામાં સમર્પિત આંતરમાળખુ ધરાવતી ગ્રામિણ વિકાસ મંત્રાલયની એક પહેલ છે. આરએસઇટીનું વ્યવસ્થાપન ભારત સરકાર અને રાજ્ય સરકારોનાં સક્રિય સહયોગ સાથે બેંકો દ્વારા કરવામાં આવે છે.