બુલેટ ટ્રેન : અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટને પૂર્ણ થતા ૪ વર્ષ લાગશે…

20

વલસાડ : વલસાડ તાલુકાના અંડરગોટા ખાતે ચાલી રહેલો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી ન્શ્‌ની કામગીરી વધુ ઝડપી બનાવવા કોર્પોરેશનના એમ.ડી અચલ ખરેએ સાઈટની વિઝીટ લઈને વર્કરોને સેફટી સાથે ઝડપી અને ગુણવત્તાનું કામ આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આમદાવાદ મુંબઈ વચ્ચે ૫૦૮.૧૭ કિમીની હાઈસ્પીડ બુલેટ ટ્રેન બે રાજ્યોને જોડશે. ૫૦૮.૧૭ કિમીના રુટમાં ૧૨ જેટલા સ્ટેશનો અમદાવાદ મુંબઈ વચ્ચે તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદ મુંબઇ વચ્ચે આવતાં ૨૮ બ્રિજના કોન્ટ્રાક પણ આપી દેવામાં આવ્યા છે. આ કામના રૂપિયા એક હજાર ત્રણસો નેવું કરોડનો કોન્ટ્રાક એલશ્ટી અને અઈંએચઆઈ ઇન્ફ્રા સ્ટક્ચર કંપનીને આપવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ ૧.૦૮ લાખ કરોડના ખર્ચે હાથ ધરવમાં આવ્યો છે. જેમાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ૮૧% રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે. અમદાવાદથી વાપી સુધી એલશ્ટી દ્વારા કામ હાથ ધરવામાં આવશે. જયારે વાપીથી બાંદ્રા વચ્ચે ટાટા ગ્રુપને કામગીરી સોંપવામાં આવી છે. આ બુલેટ ટ્રેન ૧૦ ડબ્બા અને ૭૫૦ યાત્રીઓની ક્ષમતા સાથે શરુ કરવામાં આવશે. જેમાં સંપૂર્ણ પ્રોજેક્ટના ૮૧% ભંડોળ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ૦.૦૧%ના દરે મેળવવાનો સોદો કરવામાં આવ્યો છે. ભારત દ્વારા જાપાનને લોન પાછી વાળવાની શરૂઆત ૧૫ વર્ષ પછી કરવામાં આવશે.
દેશની સૌથી પ્રથમ હાઈસ્પીડ રેલ્વે કોર્પોરેશનનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના સ્ટક્ચર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. વાપી ખાતે ૨૩૭.૧ કિલો મીટરના ઝ્ર૪ પેકેજ ઉપર આજે પ્રથમ પિલર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. બુલેટ ટ્રેનનો આ પ્રોજેક્ટ અંદાજે ૧.૦૧ લાખ કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. જેમાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ૮૧% રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે. જેના કામમાં વાપી ખાતે ન્શ્‌ની ટીમ દ્વારા કોન્ક્રીટ પાથારવની કામગીરી શરુ કરવામાં આવી છે.