બુક લોન્ચિંગ ઇવેન્ટમાં નોવલ ઊંધી પકડતાં જાહન્વી કપૂર ટ્રોલ થઈ…

હાલમાં જ જાહન્વી કપૂર દિલ્હીમાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તે પોતાની ભૂલને લીધે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઈ છે. વ્હાઇટ કલરની સાડીમાં જાહન્વી ઘણી સુંદર લાગી રહી હતી, પણ તેણે હાથમાં બુક ઊંધી પકડી હતી. હરિન્દર સિક્કાની ફેમસ નોવલ ’કોલિંગ સહમત’ના હિન્દી એડિશનની લોન્ચિંગ ઇવેન્ટ હતી.
જાહન્વી દિલ્હીમાં ’કોલિંગ સહમત’ બુક લોન્ચ કાર્યક્રમમાં પહોંચી હતી. એક્ટ્રેસે લોન્ચિંગ દરમિયાન બુક ઊંચી પકડી હતી, જેમાં બુકનું નામ નીચે અને ફોટો ઉપર દેખાતો હતો. જાહન્વીએ બુકનું કવર જોયા વગર જ હાથમાં ઊંધી પકડી લીધી અને ફોટોગ્રાફર સામે પોઝ આપવા લાગી. તેની બાજુમાં ઉભેલા લોકોએ બુક સરખી એટલેકે સીધી જ પકડી હતી.
ઇન્ટરનેટ પર આ ફોટો ઘણો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને આ ભૂલને લીધે ટ્રોલ થવાનો વારો આવ્યો છે. એક યુઝરે લખ્યું કે- ઊંધી બુક લોન્ચ થવા જઈ રહી છે.
જાહન્વીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે ગુંજન સક્સેનાની બાયોપિક ’કારગિલ ગર્લ’ અને ’રુહી અફ્ઝા’ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ બંને ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી જાહન્વી કરણ જોહરની ’તખ્ત’ ફિલ્મની તૈયારીમાં લાગી જશે.