બીએસએફએ સાંબા સેક્ટરમાંથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

બીએસએફએ જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાંથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. અધિકારીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ પાક નાગરિકની બુધવારે સાંજે ધરપકડ કરવામાં આવી છે.
આ વ્યક્તનું નામ મોહમ્મદ અફઝલ જણાવાઈ  છે. અફઝલ પાકિસ્તાનના નિહાર જિલ્લામાં આવેલ નારોવાલનો રહેવાસી છે. આ મામલામાં વધુ જાણકારી મેળવી શકાઈ નથી.
બીએસએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે ઘૂસણખોરની પેટ્રોલ પાર્ટીએ સાંબા નજીક ધરપકડ કરી. તેમની ઓળખ લિયાકત અલીના પુત્ર મોહમ્મદ અફઝલ તરીકે થઈ છે. આ વિશે અત્યાર સુધી કંઈ પણ જાણકારી મળી નથી કે તેની પાસેથી કંઈપણ શંકાસ્પદ સામાન બીએસએફએ જપ્ત કર્યો નથી.
મોહમ્મદ અફઝલની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. સાંબા સેક્ટરમાં જ માર્ચમાં ૧૦ ડ્રગ્સ તસ્કરોની ધરપકડ કરાઈ હતી. આ તસ્કરો પાસેથી બીએસએફએ ૩૫ કિલો ચરસ અને ૮૧ કિલો અફીણ જપ્ત કરાયુ હતુ. આ તસ્કરોને સાંબાના નાનક નગર વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી. સાંબામાં ગત કેટલાક મહિનામાં પાકિસ્તાનથી આવનાર ડ્રગ્સ તસ્કરોની ભારે સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે.