બિહારમાં મતદાન દરમિયાન હિંસા, ભાજપના નેતાને ગોળી મારી

લોકસભાની ચૂંટણીના મતદાનના છઠ્ઠા તબક્કામાં બંગાળની સાથે સાથે બિહારમાં પણ હિંસા થઈ છે. બિહારના મહારાજગંજ લોકસભા વિસ્તારમાં આરજેડીના ધારાસભ્યે મુદ્રિકા રાયે ભાજપના નેતા પ્રમોદ સિંહ પર ગોળી ચલાવી છે.તો બીજી તરફ ભાજપના સમર્થકોએ આરજેડી વિધાયકની ધોલાઈ કરી હતી. પોલીસે માંડ માંડ ધારાસભ્યને ટોળામાંથી છોડાવ્યા હતા.ગોળી વાગવાથી ઘાયલ ભાજપના નેતાને હોÂસ્પટલમાં દાખલ કરાયા છે.
બીજી તરફ અન્ય એક શિવહર લોકસભા બેઠકના એક બૂથ પર પણ અકસ્માતે હોમગાર્ડ જવાનની બંદુકમાંથી ગોળી છુટી જતા મતદાન મથક પર ફરજ બજાવી રહેલા શિક્ષક શિવેન્દ્ર કિશોરનુ મોત થયુ હતુ.