બિહારઃ છપરામાં પોલિંગ બૂથ પર યુવકે ઇવીએમ મશીન તોડતા ધરપકડ

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં બિહારની પાંચ લોકસભા બેઠક માટે મતદાન મતદાન થઇ છે. બિહારના છપરામાં પોલિંગ બૂથ નંબર ૧૩૧માં વોટિંગ મશીન તોડી પાડ્યા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે. પોલીસે ઇવીએમ તોડનાર શખ્સની ઘરપકડ કરી લીધી છે. આ ઘટના બાદ પોલિંગ બૂથની સુરક્ષા વધારવામાં આવી છે.
ઇવીએમ તોડનાર શખ્સની ઓળખ રંજીત પાસવાન તરીકે થઇ છે. અગાઉ અહિંયા પોલીંગ બૂથ પર હોબાળો સર્જાયો હતો. આ દરમિયાન જ ઇવીએમ મશીનને તોડી નાંખવામાં આવ્યું હતું. ઘટનાની જાણકારી મળતા પોલીસ પોલિંગ બૂથ પર પહોંચી ગઇ હતી. આ ઘટનાને પગલે મતદાનને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું.