બાળકોની હોસ્પટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, ૩ બાળકોનું રેસ્ક્્યુ કરાયું

અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન પાસે આવેલ નાના બાળકોની હોસ્પટલમાં આગનો બનાવ બન્યો છે. પરિમલ ગાર્ડન ચાર રાસ્તા પાસે આવેલ એપલ મલ્ટી સ્પેશિયાલિટી હસ્પટલમાં વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગાને કાબૂમાં કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવે છે.
બનાવની વીગત મુજબ એપલ મલ્ટસ્પેશિયાલિસ્ટ બાળકોની હસ્પટલના ચોથા માળે ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર આગ બાટલો ફાટવાના કારણે લાગી હતી. આગ લાગ્યાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે. મળતી માહિતી મુજબ તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
તો બીજી તરફ, સારવાર લઈ રહેલા બાળકોને અન્ય હોસ્પટલમાં તાત્કાલિક સ્તરે ખસેડાયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પટલના ધાબા પર આવેલ ફાઈબરનો શેડ સળગી ઉઠ્યો હતો. આગને પગલે બિલ્ડીંગના ઉપરના ભાગમાં આગ લાગતા આકાશમાં ધુમાડના ગોટેગોટા જાવા મળ્યા હતા.
હોસ્પટલમાં આગની ઘટના બનતા દર્દીઓ સહિત નર્સોનો કાફલો સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી હતી. આ ઘટનામાં એવું કહેવાઇ  છે કે, ૨થી ૩ બાળકોનું રેસ્ક્્યૂ કરવામાં આવ્યું છે. આ ઘટના હોÂસ્પટલમાં બાટલો ફાટવાથી બની હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
હોÂસ્પટલે નિયમો નેવે મૂકીને ચાલી રહી હોવાનો આરોપ આજની ઘટનામાં સામે આવ્યું છે. હોÂસ્પટલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. હોÂસ્પટલની ઉપર કેન્ટીન ચાલતી હોવાનું સામે આવ્યું છે.