બાળકે બનાવ્યું PM મોદી પર ગલી બોય રેપ, થઇ રહ્યું છે વાયરલ

હાલમાં ઇન્ટરનેટ પર એક બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે PM મોદી માટે રેપ ગાયું છે. આ બાળક ગલી બોયના રેપ સોંગ અપના ટાઇમ આયેગાને નવી સ્ટાઇલમાં ફીર સે મોદી આયેગા બનાવીને ગાઇ રહ્યો છે. આના લિરિક્સ મોદી સમર્થકોને ખૂબ પસંદ આવી રહ્યા છે અને લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ભાજપ સમર્થકો આ બાળકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને ઘણા તો આ બાળક પાસેથી શીખ લેવાની સલાહ પણ આપી રહ્યા છે. અત્યારસુધી આ વીડિયોને લાખો લોકોએ જોયો છે.