બાલરો યોગ્ય પ્રદર્શન કરશે તો ભારત જીતનું પ્રબળ દાવેદાર ઃ રહાણે

આગામી ૩૦ મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ માટે દરેક ટીમો પોતા પોતાને પ્રબળ દાવેદાર માની રહી છે. ત્યારે ટીમ ઇન્ડયાના ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન અંજિક્્યે રહાણેએ ભવિષ્યવાણી કરી છે કે ભારત જીતનું પ્રબળ દાવેદાર છે પણ બાલરો યોગ્ય પ્રદર્શન કરશે તો. રહાણેએ સિએટ ક્રિકેટ રેટિંગ્સ ઇન્ટરનેશનલ એવોડ્‌ર્સ સમારોહમાં  કે, ભારતીય ટીમની સૌથી મોટી તાકાત તેની બાલિંગ આક્રમણ છે અને આ ટીમ ઇન્ડયાને ચેમ્પયન બનાવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
રહાણેએ કે, અમારુ બાલિંગ આક્રમણ ખુબ મજબૂત છે. ટીમની સ્પન અને પેસ બન્ને ખુબ અનુભવી છે. સારી વાત છે કે, અમારા બધા બાલરો વિકેટ લેવાનું જાણે છે, અને જે ટીમની પાસે વિકેટ લેવાવાળા બાલરો હોય છે, તેમનો ચાન્સ વધી જાય છે. અમારી પાસે આવજ બાલર્સ છે, જે કોઇપણ પરિસ્થતમાં વિકેટ કાઢી આપે છે.