બાબા રામદેવની કંપની પતંજલિ વિવાદોમાં : અમેરિકા કેસ કરે તેવી શક્યતા…

વોશીંગ્ટન,
અમેરિકાના આરોગ્ય નિયમનકાર યુનાઈટેડ સ્ટેટસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) એ જણાવ્યું છે કે ભારતમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પતંજલિની બે શરબત પ્રોડક્ટ્‌સ પર લાગેલ લેબલ પર ” વિશેષ ઔષધીય અને આહાર સંબંધિત ” દાવાઓ મળી આવેલ છે, જ્યારે અમેરિકામાં નિકાસ કરનારી શરબતની બોટલો પર આવ દાવાઓ ઓછા જણાઇ રહ્યાં છે. યુએસએફડીએએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ” નિકાસ અને ઘરેલુ ઉત્પાદનો માટે કંપનીના ઉત્પાદન અને પેકેજીંગ ક્ષેત્ર અલગ અલગ છે.

આ કારણે અમેરિકન ફૂડ વિભાગ પતજલિ આયુર્વેદ કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે વિચારી રહી છે. દોષી માલુમ પડતા પતંજલિ કંપનીને આશરે ત્રણ કરોડ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે પતંજલિ આયુર્વેદ કંપનીની બે શરબત બ્રાન્ડમાં અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે.

કંપનીએ ભારતમાં વેચવામાં આવતા શરબતના ઉત્પાદકોના લેબલ પર અલગ દાવા કર્યા છે, જ્યારે અમેરિકામાંનિકાસ કરવામાં આવતી પ્રોડક્ટો પર અલગ દાવો કરવામાં આવ્યો છે. જા પતંજલિ વિરુદ્ધ આરોપ સાચા સાબિત થશે તો અપરાધિક કેસ અને પાંચ લાખ યુએસ ડોલર સુધી દંડ લાગી શકે છે. એટલું જ નહીં કંપનીના અધિકારીઓને ત્રણ મહિનાની જેલ પણ થઈ શકે છે.

  • Naren Patel