બાબા બર્ફાનીનો પહેલો ફોટો આવ્યો સામે, 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા

આ વર્ષની અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ 2 મહિનાનો સમય બાકી છે. પરંતુ, તે પહેલા જ બાબ બર્ફાનીની ગુફાનો ફોટો સામે આવ્યો છે. કેટલાક શિવ ભક્તોનો દાવો છે કે, તેમણે આ વર્ષે અમરનાથની યાત્રા કરીને બરફથી બનેલા શિવલિંગના દર્શન કર્યા છે. ભક્તોના જણાવ્યા અનુસાર, આ વર્ષે શિવલિંગનો આખાર ગત વર્ષની સરખામણીમાં થોડો મોટો છે. જણાવી દઈએ કે, 1 જુલાઈથી પવિત્ર અમરનાથ ગુફા માટે યાત્રા શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે.

અમરનાથની યાત્રા કરનારા ભક્તોના જણાવ્યા અનુસાર, જાહેર કરવામાં આવેલો ફોટો 4 દિવસ પહેલાનો છે. તેમનો દાવો છે કે, 20થી 25 એપ્રિલની વચ્ચે 8 લોકોના એક ગ્રુપે બાબા બર્ફાનીના દર્શન કર્યા છે અને આ ફોટો પાડ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ગુફાના રસ્તા પણ હજુ પણ 10થી 15 ફૂટ બરફ જામેલો છે. આ વર્ષે હિમ વર્ષા વધુ થવાને કારણે બાબનો આકાર પણ પહેલાથી સરખામણીમાં મોટો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત, દેવી પાર્વતી અને ગણેશજીનો આકાર પણ પહેલા કરતા મોટો દેખાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, હજુ સુધી અમરનાથ શ્રાઈન બોર્ડના કોઈપણ અધિકારી પવિત્ર ગુફા સુધી નથી પહોંચ્યા, તેમજ હજુ સુધી અહીંનો હવાઈ સર્વે પણ કરાવવામાં આવ્યો નથી. જોકે, આધિકારિકરીતે દર્શન શરૂ થતા પહેલા જ ભક્તોએ ત્યાં પહોંચવું શરૂ કરી દીધું છે.