‘બાટલા હાઉસ’નો ધમાકો, એક દિવસમાં કરી ૧૪.૫૦ કરોડની કમાણી…

બોલીવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ખુબજ આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ એટલે ‘બાટલા હાઉસ’ આ ફિલ્મ ગઈ કાલે ૧૫ ઓગસ્ટના દિવસે રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી છે. નિખિલ અડવાણીએ આ ફિલ્મને નિર્દેશિત કરી છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર, નોરા ફતેહી અને રવિ કિશને દમદાર ભૂમિકા નિભાવી છે.
એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ દેશભક્તિથી છલોછલ છે. આથી દર્શકોને વધારે પસંદ આવી રહ્યુ છે. આજ કારણે પહેલા જ દિવસે આ ફિલ્મને જોરદાર પ્રતિસાાદ સાંપડ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે.
બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર જ્હોનની ફિલ્મ ‘બાટલા હાઉસ’ પહેલા દિવસે કુલ ૧૪.૫૦ કરોડ રૂપિયા એકઠા કરવામાં સફળ રહ્યુ છે,
જેને એક ખુબસરસ શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. થોડા કેટલાક સમયથી જ્હોનની ફિલ્મો દેશભક્તિ અને ઝનૂન વાળી હોવાથી લોકોને ખુબજ પસંદ આવી રહી છે. આ પહેલા જ્હોનની ફિલ્મો ‘પરમાણું’, ‘સત્યમેવ જયતે’જેવી ફિલ્મોએ લોકોના દિલ જીત્યા હતા અને જ્હોનની અભિનય ક્ષમતાના પણ ભરપેટ વખાણ થયા હતા.