‘બગદાદી’થી પ્રેરાઇને મમતા ‘બગદીદી’ બનવા માંગે છેઃ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા અને બબાલ બાદ આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ દરમિયાન બંગાળમાં રેલી કરવા પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીએમ મમતા બેનરજી પર વિવાદાસ્પદ નિવેદન આપતા તેમની તુલના આઇએસઆઇએસ પ્રમુખ બગદાદી સાથે કરી દીધી છે. યોગી આદિત્યનાથે પોતાના આધિકારીક ટ્‌વીટર હેન્ડલથી ટ્‌વીટ કરતા લખ્યું કે, બગદાદીથી પ્રબાવિત થઇ ‘બગદીદી’ બનાવાનું પોતાનું સપનું ભારતના સાચા સપૂત તમારા વિરૂદ્ધ વોટ આપીને તોડી નાંખશે.
યોગી આદિત્યનાથે ,’બીજેપીથી ભયભીત મમતા બંગાળમાં સભાઓના મંચ તોડીને, મજૂરોને મારીને, રેલીઓ રદ કરાવીને બંગાળને શું બનાવવા માંગો છો? યાદ રાખો, બંગાળ ભારતનું અભિન્ન અંગ છે. બગદાદીથી પ્રભાવિત થઇ બગદીદી બનવાનું તમારૂ સપનું ભારતમાતાના સાચા સપૂત વોટનાં ડંકા પર તોડી નાંખશે. જય હિંદ, જય ભારત.’