બંને સાથે કરતા હતા ચોરી, દગો આપતા કરી દીધુ પાર્ટનરનું મર્ડર

નીરજ અને તરૂણ ગાઢ મિત્રો હતા. સાથે બેસતા-ઉઠતા, ખાતા-પીતા અને જ્યારે ખોટા ધંધામાં ફસાયા તો ઘટનાને અંજામ પણ સાથે જ આપતા. બંનેએ મળીને એક લૂંટની ઘટનાને અંજામ આપ્યો, જેમાં નીરજની ધરપકડ થઈ ગઈ. પરંતુ તેણે મિત્રતા નિભાવી અને લૂંટણાં તરૂણના સામેલ હોવાની વાતનો ખુલાસો પોલીસ સમક્ષ ના કર્યો.

તેને આશા હતી કે, જ્યારે તે જેલમાં રહેશે તો તરૂણ તેને મળવા આવશે, તેને બહાર કાઢવામાં મદદ કરશે અને પાછળથી પરિવારને પણ મદદ કરશે. પરંતુ તેની આ આશા ઠગારી નીવડી અને તરૂણ લૂટના પૈસાથી એશ કરવા માંડ્યો. તે નીરજને મળવા જેલમાં નહોતો જતો અને તેના પરિવારને કોઈપણ પ્રકારની મદદ પણ નહોતી કરી.નીરજે મિત્રને પાઠ ભણાવવા માટે યોજના બનાવી અને પેરોલ લેવાના પ્રયત્નો કરવા માંડ્યો. જેવો તે પેરોલ પર છૂટ્યો કે તેણે મોકો મળતા જ તરૂણની ગોળી મારીને હત્યા કરી નાંખી. પોલીસે ઘટનામાં આપી નીરજની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.