બંગાળમાં દીદીગીરી, અમિત શાહના હેલિકોપ્ટરને લેન્ડંગની ન આપી મંજૂરી

છઠ્ઠા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ પણ પશ્ચિમ બંગાળનું રાજકીય ઘમાસણ ચરમ પર છે. હવે એક વખત ફરીથી અહીં હેલિકોપ્ટર લેન્ડંગ અને રેલીની મંજૂરી ના મળતા મુદ્દો ગરમાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કાનું મતદાન ૧૯મીમેના રોજ થવાનું છે. તેના માટે જાધવપુરમાં અમિત શાહની રેલી સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે થવાની હતી. પરંતુ રેલીના થોડાંક કલાકો પહેલાં જ મંજૂરી રદ કર્યાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું. સાથો સાથ તેમના હેલિકોપ્ટર લેન્ડંગની અપીલને પણ રદ કરી દેવાઇ છે. હવે ભાજપ ચૂંટણી પંચને ફરિયાદ કરશે.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રહારોનો જવાબ આપતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ  હતું કે હું ઇંચ-ઇંચનો બદલો લઇશ. તમે મને અને બંગાળને બદનામ કર્યું છે.
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રોડ શો કરવાની મંજૂરી નથી આપી. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ, શાહને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે.