ફ્રોડ / બેન્કમાંથી બોલું છું : એક ફોન આવ્યો ને ખાતામાંથી ૨૫ હજાર ઉપડી ગયા…

એક વૃદ્ધાનાં બેન્કનાં એકાઉન્ટમાંથી ૨૫ હજાર રૂપિયા બારોબાર ટ્રાન્જેક્શન થઇ  જતાં પોલીસ ફરિયાદ થઇ છે…

વૃદ્ધાને શંકા જતાં તેમણે ફોન કરનારને કાર્ડનો નંબર અને ઓટીપી આપ્યો નહીં તેમ છતાંંય થોડાક સમય બાદ બેન્કમાંથી ૨૫ હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન થઇ ગયું હતું. આસ્ટોડિયા વિસ્તરમાં આવેલ રિયાઝ હાઉસમાં રહેતા ૭૦ વર્ષિય રઝિયાબેગમ ઇકબાલ ખાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરી છે.

રઝિયાબેગમ પતિ ઇકબાલ સાથે રહે છે અને નિવૃત્ત જિંદગી વિતાવી રહ્યાં છે.  તારીખ ૧૬ જુલાઇના રોજ રઝિયાબેગમ નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટમાં ખરીદી કરવા માટે ગયાં હતાં ત્યારે તેમને કેશ કાઉન્ટર પર પતિ ઇકબાલખાનનુ ડેબિટ કાર્ડ આપ્યું હતું. ડેબિટ કાર્ડમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી તેમાંથી પાંચ હજાર રૂપિયા સ્વાઇપ કર્યા હતા જ્યારે બીજા રોક્ડા તેમને આપી દીધા હતા. બીજા દિવસે રઝિયાબેગમના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું કે બેન્ક ઓફ બરોડા શાખામાંથી બોલું છું તમારું બેન્ક ઓફ બરોડાનું કાર્ડ બંધ છે અને તમારે કાર્ડ ચાલુ રાખવું હોય તો ડેબિટ કાર્ડનો નંબર અને ઓટીપી નંબર આપવો પડશે.