ફેસબુકનું વિભાજન કરી દેવાની કરાયેલી એક હાકલને કંપનીના ચીફ એક્ઝક્્યૂટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગે ફગાવી દીધી છે. ઝકરબર્ગે છે કે ફેસબુકનું હાલ જે કદ છે એ વાસ્તવમાં એના યુઝર્સને તેમજ લોકતાંત્રિક પ્રક્રિયાની સુરક્ષા માટે લાભકારક છે.
‘ફ્રાન્સ ૨’ નામની એક ફ્રેન્ચ ચેનલને આપેલી મુલાકાતમાં ઝકરબર્ગે એમના લાંબા સમયના મિત્ર અને ફેસબુકના સહ-સ્થાપક ક્રિસ ઝે કરેલા દાવાને ફગાવી દીધો છે. એવો દાવો કર્યો છે કે ફેસબુકનું વિભાજન કરી દેવું જાઈએ, કારણ કે ઝકરબર્ગે અમર્યાદિત સત્તા અને વગ હાંસલ કરી લીધી છે. ખાનગી કે સરકારી ક્ષેત્રમાં બીજા કોઈએ આટલી બધી સત્તા અને વગ હાંસલ કર્યાં નથી.
ઝકરબર્ગ કે, એમણે ()એ લખેલું મેં જ્યારે વાંચ્યું ત્યારે મારો મુખ્ય પ્રત્યાઘાત એ હતો કે એ જે સૂચન કરી રહ્યા છે એનાથી એ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં કોઈ મદદ મળવાની નથી. મારું તો માનવું છે કે જા તમને લોકશાહી અને ચૂંટણીપદ્ધતિની ફિકર હોય તો તમારે માટે અમારી જેવી કંપની ઉત્તમ ગણાય, જેમાં તમે દર વર્ષે અબજા ડોલરનું મૂડીરોકાણ કરી શકો.
ઝકરબર્ગે આ મુલાકાત ‘ફ્રાન્સ ૨’ ચેનલને આપી હતી. ઝકરબર્ગ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુલ મેક્રોનને મળવા પેરિસ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે, ક્રિસ ઝે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક પ્રતિભાવ લેખમાં લખ્યું હતું કે સરકારે માર્ક (ઝકરબર્ગ)ને જવાબદાર બનાવવા જ જાઈએ. માર્કની અંગત પ્રતિષ્ઠા અને ફેસબુકની પ્રતિષ્ઠાને ખૂબ જ ઘસારો પહોંચ્યો છે.