ફિલ્મ સૈરાટ જેવો કિસ્સોઃ પ્રેમલગ્ન કરનારાં પતિ-પત્નીને બાંધીને સળગાવી દેવાયાં

બહુચર્ચિત મરાઠી ફિલ્મ સૈરાટની સ્ટોરી જેવી જ એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટના અહેમદનગરમાં બની છે, જેમાં લવમેરેજ કરનારી ૧૯ વર્ષની યુવતીને તેના પિતા અને કાકાએ જીવતી સળગાવી મારી છે. પોલીસને આ ઘટના ઓનર કિલિંગની હોવાની શંકા છે. જે યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી તે પ્રેગનેન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે. આ યુવતીનો પતિ હાલ પુણેની સરકારી હોÂસ્પટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, રુકમણી નામની યુવતીએ મંગેશ રાયસિંગ નામના ૨૩ વર્ષના યુવક સાથે પરિવારની ઈચ્છા વિરુદ્ધ ભાગીને લગ્ન કરી લીધા હતા. બંને અહેમદનગર જિલ્લાના નિઘોજ ગામમાં રહેતાં હતાં. મંગેશ મરાઠી હતો, પરંતુ તેની પ્રેમિકા રુકમણીનો પરિવાર મૂળ યુપીનો હતો. મંગેશનો પરિવાર તેના લગ્ન માટે તૈયાર હતો, પરંતુ રુકમણીના પિતાને તે મંજૂર નહોતા.
રુકમણી અને મંગેશને સળગાવી દીધા બાદ રુકમણીના કાકા અને પિતા ઘર બંધ કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. જાકે, પાડોશીઓએ કંઈક હલ્લો થયો હોવાનું ધ્યાને આવતા દરવાજા તોડીને રુકમણી અને મંગેશને તાત્કાલિક દવાખાને પહોંચાડ્યા હતા. રુકમણી ૮૫થી ૯૦ ટકા જેટલું દાઝી ગઈ હતી, જ્યારે મંગેશ ૪૫ ટકા જેટલું દાઝી ગયો હતો. પોલીસે રુકમણીના બંને કાકાની નાશિકથી ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.