ફિલ્મ ‘સાંડ કી આંખ’નું નવું પોસ્ટર રિલીઝ

બોલીવૂડની આગામી ફિલ્મ ‘સાંડ કી આંખ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર રિલીઝ થતા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. આ પોસ્ટરમાં તાપસી પન્ન્š અને ભૂમિ પેડણેકર એકદમ અલગ જ અંદાજમાં દેખાઇ રહ્યા છે. આ ફિલ્મ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા શાર્પ શૂટર્સ ચન્દ્રા તોમર અને તેમની ભાભી પ્રકાશી તોમર પર આધારિત છે. ફિલ્મનો પોસ્ટર ભૂમિ પેડણેકર અને તાપસી પન્ન્š બંનેએ પોતાના Âટ્‌વટર હેન્ડલ પર શેર કર્યો હતો.
આ ફિલ્મને પ્રખ્યાન ડિરેક્ટર અનુરાગ કશ્યપ, નિધિ પરમાર અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકર આ ફિલ્મમાં શાર્પ શૂટર દાદીનો રોલ ભજવી રહ્યા છે. પોસ્ટર પર એક પણ ડાયલોગ પણ છે કે ‘તન બૂઢા હોતા હૈ. મન બૂઢા નહી હોતા’. અગાઉ પણ આ ફિલ્મની એક તસવીર સામે આવી હતી. નોંધનીય છે કે, ચન્દ્રા અને પ્રકાશીની જાડી ઇન્ડયાઝ ગોટ ટેલેન્ટમાં આવી ચૂકી છે અને નેશનલ લેવલ પર પણ તેમણે અનેક મેડલ જીત્યા છે.