ફિલ્મ ધ લાયન કિંગે ત્રણ દિવસમાં ૫૦ કરોડથી વધુની કમાણી કરી…

બોક્સ ઓફિસ ઇન્ડયા ડોટ કોમ મુજબ ફિલ્મે રવિવારે ત્રણ દિવસમાં કૂલ ૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી…

મુંબઇ,
ધ લાયન કિંગ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. ડિઝનીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં ૫૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ ઇન્ડયા ડોટ કોમ મુજબ ફિલ્મે રવિવારે ત્રણ દિવસમાં કૂલ ૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મે રિલીઝનાં દિવસે એટલે કે શુક્રવારે ૧૩.૧૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને બીજા દિવસે શનિવારે ૧૯.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે રવિવારે ૨૪ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આધર્શે ટ્‌વટ કરીને આ અંગે માહિતી આપી હતી. જે બાદ શાહરૂખ ખાને ટ્‌વટ કરીને લખ્યું હતું કે, ‘આ જાને ખુબજ ખુશી થઇ રહી છે કે, ઘણાં બધા લોકો ‘ધ લાયન કિંગ’ એન્જાય કરી રહ્યાં છે. ફિલ્મનાં હિન્દી વર્ઝનને જીવિત કવરા માટે મારા કો-સ્ટાર્સ અને મિત્રોનો ખાસ આભાર’