ફિલ્મ ‘ગણપત’માં ટાઇગર શ્રોફ સાથે ફરી જોવા મળશે કૃતિ સેનન…

14

મુંબઈ : બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફની સાથે કૃતિ સેનને ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વળી ફરી એકવાર આ જોડી સાથે જોવા મળશે. જી હા, ફિલ્મ ‘ગણપત’માં ટાઇગર સાથે કૃતિ જોવા મળશે. ટાઇગર શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શેર કર્યું છે. જેમાં કૃતિ સેનન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા ટાઇગરે લખ્યું કે, “ખત્મ હુઆ ઇંતજારપ ટેલેન્ટેડ કે ઇસ ભંડાર કે સાથ એકબાર ફિર સે કામ કકરને કે લીએ ઉત્સાહિત હૂં”. બીજી બાજુ, કૃતિ સેનને એક મોશન પોસ્ટર શેર કરી લખ્યું, ‘મિલીએ જસ્સી સેપ ઇસકે લીએ સુપર ડુપર એક્સાઈટેડ!! મેરે બહુત ખાસ ટાઇગર શ્રોફ કે સાથ ફરી એક બાર ટીમ બનાકર! શૂટિંગ શરૂ હોને કા ઇન્તજાર નહીં કર સકતી! ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેર કર્યું હતું. જેમાં એક બોલિવૂડ એક્ટ્રેસ બાઇકમાં જોવા મળી હતી.
આ તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું, “સુના હૈ મુડને વાલી હૈ કલ સુબહ ઠીક ૧૦ : ૪૦ કો ????” આ પોસ્ટર હોવાથી, દરેક લોકો અનુમાન કરી રહ્યા હતા કે આ અભિનેત્રી કોણ છે. ચાહકો કૃતિ સેનન, નોરા ફતેહી, સારા અલી અલી ખાન સહિત ઘણા નામ લઈ રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે કૃતિ અને ટાઇગરે વર્ષ ૨૦૧૪ માં સાજિદ નડિયાદવાલા પ્રોડક્શનના સબ્બીર ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘હીરોપંતી’થી એક સાથે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ બંને ફરી એકવાર સાથે જોવા મળશે.
નિર્માતાઓ એક એવી અભિનેત્રીને કાસ્ટ કરવા માગે છે કે જે કૃતિના પાત્રવાળી એસ એક્શન ફિલ્મમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે. જે બાદ તેણે કૃતિ સેનન લેવાનું નક્કી કર્યું. ગણપત સિવાય ટાઇગર શ્રોફ પાસે વધુ બે ફિલ્મો છે, જે અભિનેતાએ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર ટ્‌વીટ કરીને માહિતી આપી હતી. આ બંને ફિલ્મો ‘બાગી ૪’ અને ‘હીરોપંતી ૨’ છે. ટાઇગર કુલ ૨૫ દેશોમાં આ બંને ફિલ્મ્સનું શૂટિંગ કરશે. ફિલ્મ ‘હીરોપંટી ૨’ નું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.