ફિલ્મ ‘અતરંગી રે’ ૬ ઓગષ્ટ, ૨૦૨૧ ના થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે…

9

મુંબઈ : કોરોના સંકટના કારણે બંધ થિયેટર હવે ફરી ખુલી ગયા છે. બોલીવૂડની ઘણી ફિલ્મો હવે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ યાદીમાં અક્ષય કુમાર,ધનુષ અને સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રે પણ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરમાં જોવા મળશે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. કલર યેલો પ્રોડક્શનના સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું કે ફિલ્મ ‘અતરંગી રે’ ૬ ઓગષ્ટ, ૨૦૨૧ ના થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. હાલ ફિલ્મની રિલીઝ ડેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મ માર્ચ ૨૦૨૦ માં ફ્લોર પર ગઈ હતી, પરંતુ તે સમયે કોરોના સંક્રમણના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. પછી આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર ૨૦૨૦ માં શરૂ થયું. ’અતરંગી રે’ નું દિગ્દર્શન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. પહેલા આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થવાની હતી. એવા પણ સમાચાર હતા કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ હવે પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કર્યું છે કે તે મૂવી થિયેટરમાં જ રજૂ થશે. એટલે કે હવે ’અતરંગી રે’ ૬ ઓગસ્ટ ૨૦૨૧ ના ??રોજ થિયેટરમાં રિલીઝ થશે.