ફિઝિક્સના નોબેલ પુરસ્કાર વિજેતા રોબર્ટ શ્રિફરનું ૮૮ વર્ષે નિધન…

વૉશિંગ્ટન,
સુપરકન્ડિક્ટિવિટીની મહત્વપૂર્ણ થિયરી આપવા માટે વર્ષ ૧૯૭૨માં ફિઝિક્સના નોબેલ પુરસ્કારથી સન્માનિત જોન રોબર્ટ શ્રિફરનું નિધન થઇ ગયું છે. તેમની વય ૮૮ વર્ષની હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ફ્લોરિડાના ટાલાહસીમાં શનિવારે એક નર્સિંગ કેન્દ્રમાં ઊંઘમાં જ તેમનું અવસાન થયું હતું.

શ્રિફરને જોન બાર્ડીન અને લિયોન કૂપરની સાથે બીસીએસ થિયરી વિકસિત કરવા માટે ભૌતિક વિજ્ઞાનમાં સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આને સુપરકન્ડિક્ટિલિટીની પ્રથમ સફળ માઇક્રોસ્કોપિક થિયરી માનવામાં આવે છે.
વર્ષ ૨૦૦૫માં તેમને ૧૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપથી કાર ચલાવીને એક વ્યક્તિની હત્યા અને અન્ય સાત લોકોને ઘાયલ કરવા મામલે બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમના પરિવારમાં ત્રણ બાળકો છે.

  • Nilesh Patel