ફાયદાકારક : રાતે સૂતા પહેલા ગોળ ખાઇને ગરમ પાણી પીવુ…

આ દુનિયામાં વિવિધ પ્રકારના લોકો રહે છે. આમાંના કેટલાક લોકોને નમકીન ખાવાનું પસંદ છે તો કેટલાકને ગળ્યું ખાવુ ગમે છે. મીઠી વસ્તુઓની વાત કરીએ તો લોકો હંમેશા ખાંડની તુલનામાં ગોળ અને ગોળ થી બનેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. ગોળની વિશેષતા એ છે કે તે માત્ર સ્વાદમાં જ મીઠો નથી હોતો, પરંતુ ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ પણ ઘટાડે છે. જે લોકોને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવેલી હોય છે, તે લોકો ગોળ ખાઈ શકે છે.
ગોળ ગરમ હોય છે તેથી શિયાળામાં લોકો તેની ચા અને ખીર પર વધુ ભાર મૂકે છે. તે પેટને સ્વચ્છ રાખે છે અને ઘણા રોગો ને મૂળમાંથી દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. ગોળ ખાઈને ગરમ પાણી પીવાથી, તેના બમણા ફાયદા થાય છે. આ લેખમાં અમે તમને ગોળ પછી ગરમ પાણી પીવાથી શરીર ને થતા ફાયદા વિશે જણાવીશું.

પરંતુ તે પહેલાં તમારી માહિતી માટે જણાવી દઈએ કે ગોળને આયુર્વેદ ગ્રંથોમાં રોગ નિવારક માનવામાં આવે છે. તે શરીરમાં ઉત્પન્ન થયેલ એસિડ ને ઘટાડે છે અને હાર્ટબર્નથી રાહત આપે છે. તેને નિયમિતપણે લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને પાચનશક્તિ પણ મજબૂત કરે છે. સ્વાસ્થ્ય માટે ગોળ અને ગરમ પાણીનું મિશ્રણ અમૃત માનવામાં આવે છે. આનાથી આશ્ચર્યજનક ફાયદા જોવા મળે છે. જો તમે રાત્રે સૂતા પહેલા ગોળ ખાઈને પછી ગરમ પાણી પીશો, તો તમને સારી ઊંઘ આવશે. એટલું જ નહીં પણ તમારા આ ૩ રોગોને મૂળમાંથી નાબૂદ કરી શકે છે.

શરદીથી મળશે રાહત
આયુર્વેદિક નિષ્ણાત ડો. રાજીવ દિક્ષિતજીના જણાવ્યા પ્રમાણે શિયાળામાં ગોળ ખાઈને ગરમ પાણી પીવામાં તો તે શરીર માટે અમૃત સાબિત થાય છે. હકીકતમાં ગોળમાં સારા ખનિજ તત્વો અને એન્ટિ-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે રોગોને દૂર કરે છે અને શરીરને નિરોગી બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે શરદી જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તે તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ સરળ ઉપાય છે તમને સારૂ પણ લાગશે.

ગેસથી મળશે છૂટકારો
આપણે ઘણી વાર બજારમાંથી મસાલાવાળા ખોરાકનો વપરાશ કરીએ છીએ. આ બધાની સીધી અસર આપણા પાચનતંત્ર પર પડે છે. જેના કારણે પેટમાં ગેસ કે કબજિયાતની સમસ્યા રહે છે. પરંતુ જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો રાત્રે સૂતા પહેલા ગોળ ખાઓ અને પછી ગરમ પાણી પીવો. આ તમારા પેટને સાફ કરશે, અને પાચનતંત્ર તંદુરસ્ત રાખશે. જો તમે ઇચ્છતા હોય તો રાત્રે સૂતા પહેલા તમે એક ગ્લાસ ગરમ પાણી સાથે ગોળ નો ટુકડો પણ પી શકો છો. આમ કરવાથી થોડા દિવસોમાં, તમે ગેસ અને પેટ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવશો.

ત્વચાના રોગ માટે રામબાણ
દરરોજ રાત્રે સૂતા પહેલા ગોળ સાથે ગરમ પાણી પીવાથી ત્વચા ને ઘણા ફાયદા થાય છે. આ ફક્ત તમારી ત્વચાને સુધારશે જ નહીં, પરંતુ તમારી ત્વચાના રોગો પણ મૂળમાંથી અદૃશ્ય થઈ જશે. હકીકતમાં ગોળ ચમડીમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે, જેનાથી ત્વચામાં ચમકી ઊઠે છે અને ત્વચાના રોગો દૂર થાય છે.

(જી.એન.એસ.)