ફાની વાવાઝોડુઃ આૅડિશામાં મૃત્યુઆંક ૪૧ થયો,અનેક સ્થળે વીજપુરવઠો ગાયબ

ઓડિશામાં તાજેતરમાં આવેલા વાવાઝોડાનો મરણાંક વધીને બુધવારે ૪૧ થયો હતો. પુરીમાં વાવાઝોડાને લીધે ઘાયલ થયેલા વધુ ચાર જણ માર્યા ગયા હતા. રાજ્યમાં વીજળી પુરવઠો ફરી નિયમિત બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રÌšં છે.
વીજળી પુરવઠાના અભાવે ઘણી જગ્યાએ પાણીના પમ્પ માટે ડીઝલનાં જનરેટરો વાપરવા પડે છે.
વાવાઝોડાને લીધે ૪૦૦ કિલોવાટના પાંચ ટાવર, ૨૨૦ કિલોવાટના ૨૭ ટાવર, ૧૩૦ કિલોવાટના ૨૧ ટાવર, ૨૨૦ કિલોવાટની ચાર ગ્રિડ અને ૧૩૨ કિલોવાટની ચાર ગ્રિડને નુકસાન થયું હતું.
વાવાઝોડાને કારણે વીજળીના ૧.૫૬ લાખ થાંભલા ઉખડી ગયા હતા. રાજ્યમાં અનેક સ્થળે ભેજનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે.
સરકાર દ્વારા ભુવનેશ્ર્વર, પુરી અને અન્ય નગરોમાં રાહત કામગીરી ચલાવાઇ રહી છે તેમ જ ખાસ આરોગ્યસેવા પૂરી પાડવામાં આવી રહી છે.