‘ફાઇટર્સ ૨’માં રિતિક રોશન આર્મી મેનનું પાત્ર ભજવે તેવી અટકળો

ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદ અત્યારે તેમના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેમાં રિતિક રોશન, ટાઇગર શ્રોફ અને વાણી કપૂર લીડ રોલ્સમાં છે. જેનું કામચલાઉ ટાઇટલ ‘ફાઇટર્સ ૨’ છે. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે ઓલરેડી મુંબઈમાં શૂટિંગ ચાલી છે. સ્ટૂડિયોઝ, ફિલ્મ સિટી અને મડ આઇલેન્ડ સહિત જુદાં-જુદાં લોકેશન્સ ખાતે એક મહિનાનું શૂટિંગ શેડ્યૂલ છે. આ ફિલ્મ વિશે ખાસ માહિતી જાહેર થઈ નથી ત્યારે અમારા સોર્સીસે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં ટાઇગર રિતિકના કૅરૅક્ટરના સહાયકના રોલમાં છે જ્યારે વાણી ટાઇગરની પ્રેમિકાના રોલમાં છે.
એ સિવાય રિતિકના કૅરૅક્ટર વિશે અમારા આ સોર્સીસે જણાવ્યું હતું કે, ‘મુંબઈના સ્ટૂડિયોમાં જે સીન માટે લગભગ એક અઠવાડિયાથી શૂટિંગ ચાલી છે એ હવાઈ લડાઈનો છે. રિતિક આ ફિલ્મમાં ઇન્ડયન આર્મીમાં મહત્વનો હોદ્દો ધરાવતી વ્યક્તના રોલમાં છે. તે એક વિશાળ આર્મી ટ‰પની સાથે એક પ્લેનમાં ટ્રાવેલ કરે છે. સવાલ એ છે કે, આ પ્લેનનું શું થાય છે? તેમના પર કોણ અટેક કરે છે? શું તેઓ પેરાશૂટની મદદથી પ્લેનમાંથી નીચે ઉતરવામાં સફળ થશે? આ એક લાંબુ શેડ્યૂલ છે.’