પ્રેમી યુગલે સજાડે ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ખળભળાટ

કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના વરસામેડી ગામની સીમમાં એક યુવક અને એકસગીર વયની યુવતીએ સજાડે ગળાફાંસો ખાધો હતો. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રથામિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે યુવક-યુવતી પ્રેમી પંખીડા હોઇ શકે. પોતાના પ્રેમનેસમાજ નહીં સ્વીકારે એવા ડરના પગલે બંને પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
પોલીસને જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. જાકે, હજી સુધી બંનેની આત્મહત્યા પાછળનું કારમ જાણવા મળ્યું નથી. પોસની વધુ તપાસ બાદ બંનેની આત્મહત્યાનું કારણ જાણી શકાશે.