પ્રિયંકા ગાંધીનો PM મોદી પર પલટવાર, મને તો આજ સુધી એ નથી ખબર કે PM કઈ જાતિના છે?

2019 લોકસભા ચૂંટણીને લઈને નેતાઓના નિવેદનોનો સિલસિલો યથાવત છે. એવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ PM નરેન્દ્ર મોદીને લઈનને નિવેદન આપ્યું છે. PM નરેન્દ્ર મોદી વિશે પ્રિયંકાએ કહ્યું- મને આજ સુધી એ નથી ખબર કે PM મોદી કઈ જાતિના છે?

PM નરેન્દ્ર મોદી દ્વારા પોતાને પછાત જાતિને ગણાવ્યા બાદથી રાજકારણ ગરમાયું છે. જેને પગલે RJD નેતા તેજસ્વી યાદવે PM મોદીને માત્ર કાગળ પરના પછાત ગણાવ્યા છે. તો હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ PM મોદીને લઈને કહ્યું હતું કે, મને આજ સુધી એ નથી ખબર પડી કે PM મોદી કઈ જાતિના છે? મારા ખ્યાલથી વિપક્ષે ક્યારેય આ રીતે વાત નથી કરી. તે સાથે જ પ્રિયંકાએ કહ્યું હતું કે- જ્યાં સુધી વિપક્ષની વાત છે તો હું માનું છું કે ખાસ કીરને કોંગ્રેસના નેતા માત્ર વિકાસના મુદ્દાઓ પર વાત કરે છે. અમે આ અંગે ક્યારેય કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી કરી.

ઉલ્લેખનીય છે કે, શનિવાર (27 એપ્રિલ)ના રોજ PM મોદીએ પોતાની જાતિને લઈને UPના કન્નોજમાં SP-BSP સહિત આખા વિપક્ષ પર શાબ્દિક હુમલો કર્યો હતો. PMએ કહ્યું હતું કે, મારી જાતિ તો એટલી નાની છે કે, ગામમાં એકાદ ઘર પણ નથી હોતું. હું પછાત નહીં, અતિ પછાત જાતિમાં જન્મ્યો છું. તમે મારી પાસે બોલાવી રહ્યા છો એટલે હું બોલી રહ્યો છું, જ્યારે મારો દેશ પછાત છે કે ઉચ્ચ શું હોય છે. મારે તો આખા દેશને ઉચ્ચ બનાવવાનો છે.