પ્રિયંકા ગાંધીનો આ ડેરડેવિલ અંદાજ જોઇને તમે ચોંકી જશો, વીડિયો વાયરલ

UPA ચેરપર્સન સોનિયા ગાંધી માટે રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાં ગાંધી વાડ્રાનો એક નવો જ અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેઓ કોબરાને પોતાના હાથમા લઇને તેની સાથે રમતા જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધીને પોતાની વચ્ચે જોઇને મદારીઓ પર ગેલમાં આવી ગયા હતા.

પ્રિયંકા ગાંધી હાલ રાયબરેલીમાં છે અને ત્યાં તેઓ અલગ અલગ વિસ્તારોમાં જઇને મા સોનિયા ગાંધી માટે મતો માગી રહ્યાં છે. ગુરૂવારે પ્રિયંકા ગાંધી મદારીઓની વસ્તીમાં પહોંચ્યા અને તેમની સમસ્યાઓ જાણી હતી, આ દરમિયાન પ્રિયંકાએ સાપને પોતાના હાથમાં લઇને કરતબ દેખાડ્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું. પ્રિયંકા ગાંધીનો આ ડેરડેવિલ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાયબરેલીઓની ગલીઓમાં યોજાયેલી આ સભામાં પ્રિયંકા ગાંધીએ ક્યારેક કોંગ્રેસના ખાસ રહેલા અને હાલ BJP ની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા દિનેશ સિંહ પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે લોકો કાલ સુધી વફાદારીના સોગંદ લઇને પગ પકડતા હતા આજે મારી મા સામે ચૂંટણી લડી રહ્યાં છે, BJP સરકારનું સત્ય સામે આવી ગયું છે.