પ્રિયંકા અને રાહુલ ગાંધી પર CM વિજય રૂપાણીના આકરા શાબ્દિક પ્રહારો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ચૂંટણી અડધાથી વધારે પૂર્ણ થઇ ગઈ છે અને ક્લીયર કટ ફીલિંગ છે કે, નરેન્દ્ર મોદી હારી રહ્યા છે. મેઈન મુદ્દા રોજગાર, ખેડૂતો, પ્રધાનમંત્રીનો ભ્રષ્ટાચાર, ઇન્સ્ટીટયુશન પર આક્રમણ અને આ ઘણુ ક્લીયર છે કે, અમારું ઇન્ટરનલ એસેસમેન્ટ અને જનરલ પોલીંગ થઈ રહી છે, તે ઘણું ક્લીયર બતાવી રહી છે કે, ભાજપા ચૂંટણી હારી રહી છે.

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરસ પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે, તેનાથી સ્વયં સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ ચૂંટણી હારી રહી છે. ફ્રસ્ટેશ છે, હતાશા છે બિલકુલ. કોંગ્રેસના સર્વેનો કોઈ મતલબ નથી. જનતા ખૂદ એનો મૂડ બનાવે છે અને ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસ એક ડૂબતી હોડી થતા જોવા મળશે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનું નેતૃત્વ એક મજાક બની ગયું છે. સોશિયલ મીડિયામાં ઘણી એમની મજાક થાય છે. અને દેશની જનતાએ વિચારી લીધુ છે કે, મોદીજીની મજબૂત સરકાર દેશને જોઈએ અને ફરી એક વાર મોદી સરકાર બનવા જઈ રહી છે અને દિવાલ પર સ્પષ્ટ લખેલું છે કે, ભારે બહુમતીથી ભાજપની સરકાર બનશે, NDAની સરકાર બનશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે જ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, હાલમાં મેં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. લોકોમાં ખૂબ રોષ છે. કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે, જે વાયદાઓ કર્યા હતા એક પણ વાયદાઓ પુરા કર્યા નથી. એ વાત ખેડૂતોની હોય કે, બેરોજગારોને ભથ્થા આપવાની હોય. બધાની સાથે મજાક કરી છે, કોંગ્રેસે કોઈ પણ વાયદાઓ પૂરા કર્યા નથી. રાજસ્થાનમાં જ્યારથી કોંગ્રેસ સરકાર બની છે ત્યારથી લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ઘણી વધી છે. મહિલાઓ પર હત્યાચાર ઘણા વધ્યા છે, એટલે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જનતા આ ચૂંટણીમાં કોંગ્રેસના વિશ્વાસઘાતના કારણે બદલો લેશે અને બધી સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે.