પ્રિયંકાની દરિયાદિલી!,મોદી-મોદીના નારા લગાવનારો પાસે જઇ હાથ મિલાવ્યો

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સોમવારે અહીં રોડ શો કર્યો હતો. સરઘસના આરંભે એમણે પક્ષનાં વાહનોનો કાફલો અટકાવ્યો હતો અને નરેન્દ્ર મોદીની તરફેણમાં નારા લગાવતા લોકો પાસે જઈ એમની સાથે હાથ મિલાવ્યાં હતાં. એમનાં એ પ્રતિભાવથી મોદી-તરફીઓને ભારે આશ્ચર્ય થયું હતું.
પ્રિયંકા ગાંધી ઈન્દોરમાં પક્ષના ઉમેદવાર પંકજ સંઘવીના પ્રચાર માટે પાંચ કિ.મી.ના રોડ શો માટે અહીં આવ્યાં હતાં. સવારે, એ એરપોર્ટથી શહેર તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં એમણે કેટલાક ભાજપ-સમર્થકોને ‘મોદી-મોદી’નાં નારા લગાવતા જાયા હતા.
પ્રિયંકાએ એમનો કાફલો અટકાવ્યો હતો અને એમની ટાટા સફારી એસયૂવી કારમાંથી બહાર આવ્યાં હતાં અને ભાજપનાં સમર્થકો પાસે જઈ એમની સાથે હાથ મિલાવ્યાં હતાં.
પ્રિયંકાની આવી પ્રતિક્રિયા જાઈને ભાજપ-સમર્થકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રિયંકાએ એમનેહતું કે, ‘આપ અપની જગહ ઔર મૈં અપની જગહ. ઓલ ધ બેસ્ટ.’
ભાજપનાં સમર્થકો કોંગ્રેસી નેતા પ્રિયંકાની સાદગીથી ચકિત થઈ ગયા હતા અને એમણે પણ પ્રિયંકાને સામું ‘ઓલ ધ બેસ્ટ’  હતું.
પ્રિયંકા ત્યારબાદ એમનાં રોડ શો માટે જવા રવાના થયાં હતાં. એમની સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પણ હતા.