પ્રાર્થના કરો, સાતમા ચરણમાં ચૂંટણી હિંસા ના થાય, અત્યાર સુધી થયું તે થયું…..!

મહાભારતના સાત કોઠાની જેમ ભારતમા મહાભારતની ચૂંટણીઓ પણ સાત ચરણો થઈ રહી છે. અત્યાર સુધીમાં છ ચરણ પુરા થઈ ગયા છે. સાતમા અને આખરી તબક્કાનો એક ચરણની ચૂંટણી બાકી છે. જેમાં ૬૦ સીટો માટે ચૂંટણીઓ થવાની છે. જે છ ચરણની ચૂંટણીઓ સંપૂર્ણ થઈ છે તેમાં મોટા પ્રમાણમાં પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ થઈ હોવાની ખબર તો આવી છે. ભાજપા અને ટીએમસી પક્ષો ના કાર્યકર્તાઓની હત્યાઓ થઈ છે, પોલિંગ બૂથમા ગોળીઓ ચાલી છે, તો ચૂંટણીમાં ઊભા રહેલ ઉમેદવારો ઉપર પણ હૂમલા થયા છે. અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી હિસાની છૂટક-પુટક ઘટનાઓ થઈ છે, પરંતુ કાર્યકર્તાની હત્યા જેવી હિંસા નથી થઈ જે એક સારી વાત છે. કેમકે મોટા ભાગે જાવામાં આવે તો ચૂંટણીમાં યુપી અને બિહાર માં વધુ હિંસા અને ઘટનાઓ થતી આવી છે. પરંતુ આ વખતે આ સ્થાન પશ્ચિમ બંગાળે લઈ લીધું છે. છત્તીસગઢમાં પણ ચોથા ચરણમાં ભાજપના ધારાસભ્યની હત્યા નક્સલીઓએ કરી હતી. નક્સલીઓએ ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ આ વખતે એટલા કેટલા સફળ થઈ નથી શક્્યા. પરંતુ પશ્ચિમ બંગાળ આ વખતે ચૂંટણી હિંસામાં સૌથી આગળ રÌšં છે. શું આ કોઈ ગર્વની વાત છે……?
અગાઉ એક જ ચરણમાં ચૂંટણીઓ સંપૂર્ણ થતી હતી. બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ થતી હતી. હવે ઈવીએમના જમાનામાં એકના બદલે સાત ચરણોમાં ચૂંટણીઓ થઈ રહી છે. એવું નથી કે મેન પાવર ઓછો છે, પરંતુ નેતાઓ વધુમાં વધુ ફરી- ફરીને પ્રચાર કરી શકે એટલા માટે ચૂંટણી ૭ ચરણોમાં કરાવવાની એક નવી પરંપરા સરકારમાં અને ચૂંટણી પંચમાં પ્રસ્થાપિત થઈ ગઈ છે. ચાલો માની લઈએ કે નેતાઓ વધુ પ્રચાર કરી શકે એટલા માટે ચૂંટણીનો સમય વધારી દેવામાં આવેલ છે, પરંતુ જે દિવસે ચૂંટણી હોય, જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં નેતાઓ પોતાના છાતી પર અને માઇક નીચે ચૂંટણી નો સિમ્બોલ લગાવીને રેલીઓ સંબોધિત કરે તો શુ આ આચાર સંહિતાનું ઉલંઘન નથી? આ સવાલ જા ચૂંટણીપંચને પૂછવામાં આવે તો તુરંત જ જવાબ મળશે આમાં કોઈ ઉલ્લંઘન નથી આ ફરિયાદ કાઢી નાખવામાં આવે છે…..! ચૂંટણીપંચે આ વખતે તો એવી કેટલીયે ફરિયાદોમાં ફટાફટ ક્લીન ચીટ આપી આપી છે. શહીદોના નામ ઉપર વોટ માંગવા ની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં પણ કેટલાય દિવસો સુધી ઊંડો અભ્યાસ કર્યા પછી કÌš કે- આમાં કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી….! કેમકે આ ફરિયાદ પી એમના વીરૂધ્ધમા હતી એટલા માટે…..?!
સાતમા અને આખરી ચરણનું મતદાન ૧૯ મે ના દિવસે થવા જઈ  છે. આ ચરણમાં ચૂંટણી હિસાની એક પણ ઘટના ના બને એવું શું નથી થઈ શકતું….? બધો આધાર રાજકીય પક્ષો પર છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પોતાના રાજ્યમાં સાતમા ચરણમાં કાનૂન વ્યવસ્થાને એવી બનાવી રાખી કે એક પણ હિંસાની ઘટના ના બને. સવારથી લઈને સાંજ સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય. કોઈનો જીવ ન જાય. કોઈ ઉમેદવાર પર હુમલા ન થાય અને મતદાતા નિર્ભય થઈને મતદાન કરી શકે. એવુ વાતાવરણ બનાવવાની પ્રથમ જવાબદારી ચૂંટણી આયોગની છે. છ ચરણોમાં તો ચુટણી પંચ પશ્ચિમ બંગાળમાં હિંસાને નથી શક્્યુ પરંતુ સાતમા ચરણમાં તો વધુ સુરક્ષા દળો મોકલીને કોઈ હિંસા વગર ચૂંટણી સંપન્ન થાય. શુ એ સામાન્ય મતદાતાનું સપનું પૂરું થશે….? યે નામુમકિન નહીં. જી હૈ તો જહાંન હૈ. આજે જ્યારે વાદળોની પાછળ વિમાનને લડારથી છુપાવીને બાલાકોટ ઉપર હવાઇ હુમલા થઈ શકે છે તો શુ બંગાળમાં હિંસાને નથી રોકી શકાતી….? ચૂંટણી પંચજી વિચારો… આજનો ઈ-મેઈલનો જમાનો છે. જે પહેલા ૧૯૮૮ માં હતો…. તો નેતાની જેમ આગળનો વિચાર કરીને હિંસાને રોકે અને હિંસા કરે તેને ઠોકે….!