પ્રવાસે ગયેલા જામનગરના 400 મુસાફરો પૂરી નજીક અટવાયા

ઓરિસ્સાના પૂરીમાં ત્રાટકેલા ફાની વાવાઝોડાએ પૂરીના ઉત્પાથ મચાવ્યો છે. આ વાવઝોડાના કારણે હજારો મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતના જામનગરના 400 જેટલા મુસાફરો પણ વાવાઝોડાના કારણે પૂરી નજીક અટવાયા હોવાની માહિતી મળી રહી છે. વાહન વ્યવહાર ઠપ હોવાના કારણે પ્રવાસે ગયેલી 7 જેટલી બસોમાં ગુજરાતના મુસાફરોને અટવાવાનો વારો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે લોકોની સુરક્ષાને ધ્યાને લઇને હવાઈ અને રેલ વ્યવહાર બંધ છે. રેલ્વે વિભાગ દ્વારા ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે તંત્ર દ્બારા તમામ બસોને પૂરીની અંદર જતી રોકી દેવામાં આવી હતી. ત્રણ દિવસથી પૂરીમાં અટવાયેલા મુસાફરીની મદદ કરવા માટે તેમના પરિવારજનો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.

આ તમામ લોકો થોડા દિવસો પહેલા ટ્રેન મારફતે બે સપ્તાહના પ્રવાસમાં ગયા હતા અને આ પ્રવાસીઓનું અંતિમ સ્થળ પૂરી હતુ, જેના કારણે તેઓ બસ મારફતે પૂરી જતા હતા ત્યારે જ આ ફાની વાવાઝોડું આવાના કારણે જામનગરના 400 જેટલા મુસાફરોની બસોની પૂરીની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને તેમની બસોની બહાર જ ઉભી રાખી દેવામાં આવી હતી.

જેના કારણે તમામ મુસાફરોને 3 દિવસથી અટવાયા છે. પૂરીમાં અત્યત ખરાબ પરિસ્થિતિના કારણે તમામ વસ્તુના ભાવમાં વધારો થયો છે અને બસમાં પ્રવાસીઓ માટે જે વ્યવસ્થા હતી. તે તમામ વ્યવસ્થા પૂરી થઇ ગઈ છે અને આ તમામ પેસેન્જરોની જે જામનગર પરત ફરવા માટેની ટ્રેનની ટિકિટ રદ થવાના કારણે અંતે ટુર ઓપરેટરે પણ હાથ ઊંચા કરી દીધા છે.