પેટ્રોલ-ડિઝલ : સતત 5માં દિવસે ભાવમાં ઘટાડો, જાણો નવા ભાવ…

  • જોકે, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડાનો આ સિલસિલો આવનારા દિવસોમાં થંભી શકે છે

દિલ્હી,

પેટ્રોલ અને ડિઝલના મોર્ચા પર સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. રિપોર્ટ અનુસાર, સોમવારે પેટ્રોલ 13 પેસા સસ્તું થયું, જ્યારે ડિઝલના ભાવમાં 12 પેસાનો ઘટાડો નોંધાયો છે. આ સતત 5મો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ પાંચ દિવસોમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. જ્યારે ડિઝલના ભાવ 1 રૂપિયા 3 પૈસા પ્રતિ લીટર ઘટ્યા છે. જોકે, આવનારા દિવસોમાં રાહતના આ સિલસિલા પર બ્રેક લાગી શકે છે.

રિપોર્ટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશઃ 70.43 રૂપિયા, 72.68 રૂપિયા, 76.12 રૂપિયા અને 73.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. ડિઝલના ભાવ પણ ચાર મહાનગરોમાં ઘટીને ક્રમશઃ 64.39 રૂપિયા, 66.31 રૂપિયા, 67.51 રૂપિયા અને 68.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જણાવી દઈએ કે, રવિવારે પેટ્રોલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ડિઝલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.

સુરતની વાત કરીએ તો, સુરતમાં પણ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 12 પૈસાના ઘટાડા સાથે 68.05 રૂપિયા પર પહોંચી ગયો છે. જેમજ ડિઝલનો ભાવ પણ 12 પૈસાના ઘટાડા સાથે 67.51 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

જોકે, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડાનો આ સિલસિલો આવનારા દિવસોમાં થંભી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ બજારમાં હત અઠવાડિયામાં ક્રૂડ ઓઈળના ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે. જોકે, હવે આ ભાવ ઘટાડા પર બ્રેક લાગી શકે છે. કારણ કે, હવે ક્રૂડ ઓઈલના ભાવ ફરી 63 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે.