પેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન

આણંદ,
પેટલાદમાં ૯૭ જેટલા થર્ડ જેન્ટર મતદારોએ પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રાન્ત અધિકારી એમ. એસ. ગઢવીની આગેવાનીમાં થર્ડ જેન્ડરો સામુહિક રીતે મતદાન કરવા માટે નીકળ્યા હતા. જા કે તેઓના મતદાન મથકો અલગ અલગ હોય થોડી નારાજગી જાવા મળી હતી. તેઓએ એક જ મતદાન મથક
ઉપર તેમના માટે મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવવા માટે માંગણી કરી હતી જેના પર તંત્ર દ્વારા વિચાર કરીને નિર્ણય લેવામાં આવશે.