પૂર્વ PM બોલ્યા કે, અમને મોદી સરકારની જેમ પૂર્ણ બહુમત મળત તો…

indianpoliticsdecoder.blogspot.in

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ મોદી સરકારના કામકાજને એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ પણ આંકે છે. તેમનું કહેવુ છે કે, 10 વર્ષ ગઠબંધન સરકાર ચલાવવા છતા અમે ભારતને મજબૂત વૃદ્ધિ દર આપવામાં સફળ રહ્યા. પરંતુ મોદી સરકારની જેમ અમારી પાસે પૂર્ણ બહુમત હોત તો અમે આર્થિક વૃદ્ધિ દર બે અંકો સુધી લઈ જતે. UPAના 10 વર્ષમાં સરેરાશ વૃદ્ધિ દર 8.1% રહ્યો. તેની વિપરીત પૂર્ણ બહુમત છતા મોદી સરકાર છેલ્લાં 5 વર્ષમાં 8%નો આંકડા સુધી નથી પહોંચી શકી.

87 વર્ષીય ડૉ. મનમોહન સિંહ લોકતાંત્રિક સંસ્થાઓ પર સરકારી હુમલા અને દોષપૂર્ણ નીતિઓને કારણે દુઃખી છે. લોકસભા ચૂંટણી માટે ચાલી રહેલા મહાસંગ્રામમાં તે ભલે પ્રચાર નથી કરી રહ્યા, પરંતુ દેશના માહોલ અને મુદ્દાઓ પર તેઓ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. તેઓ હાલની સરકારની રોજગારના મુદ્દે નિષ્ફળતાને લઈને પણ દુઃખી છે અને તેમણે દેશમાં એક સમાન GSTની હિમાયત કરી હતી.

ડૉ. મનમોહન સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે જો મોદી સરકારની જેમ તેમને પૂર્ણ બહુમત સાથે સરકાર ચલાવવાનો મોકો મળ્યો હોત તો તમે એવું શું કરતે જે દેશના હિતમાં હોત. આ પ્રશ્નના જવાબમાં ડૉ. સિંહે કહ્યું હતું કે, ગઠબંધન સરકાર હોવા છતા અમે ભારતને એક મજબૂત વૃદ્ધિ દર આપવામાં સફળ રહ્યા. અમારી પાસે હાલની સરકારની જેમ પૂર્ણ બહુમત હોત તો અમે આર્થિક વૃદ્ધિ દરને બે અંકો સુધી લાવવાનું લક્ષ્ય રાખતે, અને તેને હાંસલ પણ કરતે. BJP સરકારે સુધારાઓની રફ્તારની ધીમી પાડી દીધી. અમારી અર્થવ્યવસ્થા હાલ ઓવર રેગ્યુલેટેડ છે. સરકારી નિયંત્રણ ખૂબ જ વધારે છે. આર્થિક નીતિઓમાં અદાલતી હસ્તક્ષેપ વધી રહ્યું છે. કોંગ્રેસનું આર્થિક દર્શન ખુલ્લી અને લિબરલ માર્કેટ અર્થવ્યવસ્થા દ્વારા વેલ્થ ક્રિએશનનું છે.