પુલવામા નહીં, UNએ આ કારણોસર મસૂદ અઝહરને જાહેર કર્યો ગ્લોબલ આતંકી

એક દાયકાના પ્રયાસો બાદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે. ખાસ વાત એ હતી કે, ભારતે મસૂદ અઝહરને જે પુલવામા આતંકી હુમલા બાદ વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસ કર્યા, તેનો UNની વેબસાઈટ પર ઉલ્લેખ નથી. 14 ફેબ્રુઆરી, 2019ના રોજ થયેલા આ હુમલામાં CRPFના 40 જવાન શહિદ થયા હતા.

પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે જે પ્રસ્તાવ આપ્યો હતો, તેમાં પુલવામા આતંકી હુમલોનો ઉલ્લેખ હતો. આ અંગે ચીનને પુલવામા સામે વાંધો હતો. ભારત, ચીન અને પાકિસ્તાનની વચ્ચે ઘણા સ્તર પર વાર્તા થઈ. બાદમાં પુલવામાના સંદર્ભ હટાવ્યા બાદ ચીને પોતાનો વીટો હટાવી લીધો છે. મસૂદ અઝહર પર ચીન ચાર-ચારવાર વીટો લગાવી ચુક્યું છે.

ભારતીય સુત્રોએ જણાવ્યું હતું કે, ભારત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવવા માટે 10 વર્ષથી પ્રયાસ કરી રહ્યું હતું. તેને માટે ઘણા પુરાવાઓ પણ આપ્યા હતા. હાલમાં જ પુલવામા આતંકી હુમલો થયો હતો. વૈશ્વિક આતંકી જાહેર કરવાની કાર્યવાગી માત્ર કોઈ હુમલા અંગે જાણકારી આપવાથી નહીં પરંતુ તમામ પુરાવા આપ્યા બાદ થઈ છે. સુત્રોનું કહેવુ છે કે, અમે મસૂદ અઝહરનો બાયોડેટા નહોતા બનાવી રહ્યા, જેમાં તેના દ્વારા કરાવવામાં આવેલા તમામ આતંકી હુમલાનો ઉલ્લેખ હોય. અમારો ઈરાદો તેને વૈશ્વિક આતંકી જાહેર કરવવાનો હતો અને અમે તેમાં સફળ રહ્યા છીએ.