પીવી સિંધુની ઐતિહાસિક જીત પર બોલિવૂડે શુભેચ્છા પાઠવી..

સ્વિટ્‌ઝરલેન્ડમાં રવિવાર (૨૫ ઓગસ્ટ)ના રોજ બેડમિન્ટન ૨૦૧૯ની ફાઈનલમાં ઐતિહાસિક જીત મેળવનાર પીવી સિંધુને દેશભરમાંથી શુભેચ્છા મળી રહી છે. અમિતાભે કહ્યું હતું, પીવી સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન. ભારત માટે અદ્દભૂત ગર્વની ક્ષણ છે. ‘કેબીસી’માં તમારી સાથે થોડી ક્ષણો પસાર કરીને સન્માનિત થયાની લાગણી અનુભવું છું. તમે હાર ના માની. ઉલ્લેખનીય છે કે ‘કેબીસી ૯’માં પીવી સિંધુ આવી હતી.
શાહરુખ ખાને ટ્‌વીટ કરી હતી, બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા બદલ પીવી સિંધુને શુભેચ્છા. તમારી દુર્લભ પ્રતિભાથી દેશનું નામ રોશન થયું છે. આવી જ રીતે ઈતિહાસ રચો. તાપસી પન્નુએ ટ્‌વીટ કરી હતી, લેડીઝ અને જેન્ટલમેન. ચાલો નવી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુનું સ્વાગત કરીએ. અંતે, આપણને ગોલ્ડ મેડલ મળી જ ગયો. અનુષ્કા શર્માએ કહ્યું હતું, બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનમાં ગોલ્ડ જીતનાર પહેલી ભારતીય પીવી સિંધુ…શાનદાર પ્રદર્શન..શુભેચ્છા અનુપમ ખેરે કહ્યું હતું, વર્લ્ડ ચેમ્પિયન બનવા પર પીવી સિંધુને શુભેચ્છા. તમારી જીતે આપણને વિશ્વ વિજેતા બનાવી દીધા. જય હો…જય હિંદ..
કરન જોહરે કહ્યું, ભારત માટે ગર્વનો દિવસ છે. બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનમાં ગોલ્ડ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી પીવી સિંધુને શુભેચ્છા. સુનીલ શેટ્ટીએ કહ્યું, બ્રાવો ચેમ્પિયન, પ્રાઉડ ઈન્ડિયન