પીએમ મોદીનો કોરોના પર રાષ્ટ્રના નામે સંદેશ : “જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં…”

વડાપ્રધાને કહ્યું- લોકડાઉન ગયું છે, કોરોના તો છે જ, તહેવારોમાં વિશેષ સાવધાની જરૂરી…

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના સંકટ કાળમાં આ પહેલા દેશને કુલ 6 વખત સંબોધિત કરી ચુક્યા છે અને આ સાતમો અવસર છે, જ્યારે પીએમ મોદી દેશ સાથે વાત કરી રહ્યાં છે. પીએમ મોદીએ સૌથી પહેલા 19 માર્ચે દેશને સંબોધિત કર્યો હતો. ત્યારે તેમણે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. ત્યારબાદ 24 માર્ચે દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે દુનિયાના સૌથી કડક અને લાંબા લૉકડાઉનની શરૂઆત થઈ હતી.

સંબોધનમાં મોદીએ કહ્યું….

સમયની સાથે આર્થિક વ્યવહારોમાં ધીમે ધીમે ઝડપ આવી રહી છે. આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નિકળી રહ્યા છે. બજારોમાં પણ તહેવારની આ સિઝનમાં ફરી રોનક આવી રહી છે. પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા આઠ મહિના બાદ જે સંભાળવી શકાય તેવી સ્થિતિમાં છીએ, તેને હવે આપણે બગડવા દેવાની નથી. આ સમય લાપરવાહ થવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી કોરોનાથી કોઈ જોખમ નથી. તાજેતરના દિવસોમાં આપણે સૌએ એવી તસવીરો અને વીડિયો જોયા છે કે જેમાં અનેક લોકોએ સાવધાની રાખવાની બંધ કરી દીધી છે. આ વાત યોગ્ય નથી.