પીએચડી કરનારાઓને સરકાર મહિને રૂ. ૧૫ હજાર સ્ટાઇપેન્ડ ચુકવશે

આ અંગેની જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ માટે નાણા વિભાગે રૂ. ૨૦ કરોડની ફાળવણી કરી છે…

ગાંધીનગર,
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે, આગામી દિવસોમાં પીએચડી કરનારા લોકોને સરકાર મહિને રૂ. ૧૫ હજારનું સ્ટાઇપેન્ડ આપશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન બીજા ૨૦ હજારની રકમ પણ ચુકવવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ માટે નાણા વિભાગે રૂ. ૨૦ કરોડની ફાળવણી કરી છે.

ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં આ વર્ષે શિક્ષણ બજેટમા કુલ ૩૦ હજાર કરોડની જાગવાઈ કરી છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. આ બજેટમાં નવા ૫,૦૦૦ ઓરડા બનાવાની જાગવાઇ છે, હાલ ૪૫૨૯ ઓરડાઓનું કામ ચાલી છે. નજીકના ભવિષ્યમાં દેશની નવિ શિક્ષા નીતિ આવી રહી છે. નવી શિક્ષા નીતિ ભાજપની નહીં પરંતુ ભારતની હશે. નવસારીના મધ્યાહન ભોજન ફરિયાદ મામલે પણ તપાસ કરી હતી, તેમાં કોઈ મળી આવી નથી. એક સર્વેમાં દેશની અંદર પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ નક્કી થાય છે. જેમાં આપણે ત્રીજા નંબરે છીએ.”

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “ધોરણ ૬ અને ૮ના બાળકો માટે મિશન વિદ્યા યોજના લાગુ કરી છે. જેમાં શાળા પહેલા અને પછી વાંચન-લેખનમાં પ્રીય હોય તેવા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિત હાજરી માટે કંટ્રોલ રુમ ઉભો કર્યો છે.”

કોંગ્રેસના ધારાસભ્ય અંનત પટેલે વિધાનસબા ગૃહમાંથી પોતાનો પ્રશ્ન રજૂ કરવાની યોગ્ય તક ન આપવામાં આવી હોવાના દાવા સાથે વોટ આઉટ કર્યું હતું. ધારાસભ્યએ પોતાના વિસ્તારની આદિવાસી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં ખરાબ જમવાનું આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.