પિતાએ મહિલાને ૧૦ હજારમાં વેચી,મિત્રોએ કર્યો ગેંગરેપઃ મહિલાઓ પોતાને આગ ચાંપી

ઉત્તરપ્રદેશનાં હાપુડથી અચંબિત કરનારી ઘટના સામે આવી છે. અહિંયા એક વિધવા મહિલાને તેના પિતાએ પોતાના દોસ્તોને ૧૦ હજાર રૂપિયામાં વેચી દીધી. મહિલાને જે વ્યÂક્તએ ખરીદી તેણે પોતાના મિત્રો સાથે મળી મહિલાનો ઘણીવાર ગેંગરેપ કર્યો. આ કળિયુગના દરિંદાઓથી કોઇ પણ રીતે પોતાને બચાવી મહિલા ત્યાંથી પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે તેને પરત મોકલી દીધી. આખરે પરેશાન થઇ મહિલાએ પોતાને આગ ચાંપી દીધી.
એવી જાણકારી મળી રહી છે કે, આ ઘટના એક માસ જૂની છે. પરંતુ આ મામલામાં હાપુડ પોલીસે અત્યાર સુધીમાં ૧૪ લોકો વિરૂદ્ધ એફઆઇઆર નોંધી છે. આગ લગાડવાનાં કારણે મહિલાનું શરીર ૮૦ ટકા સુધી સળગી ગયુ છે અને તેની સારવાર એક ખાનગી હોસ્પટલમાં ચાલી રહી છે. હાપુડ એસપી યશવીર સિંહએ જણાવ્યું કે, ૧૪ લોકો વિરૂદ્ધ કેસ નોંધવામા આવી ચૂક્્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. મહિલાનો આરોપ છે કે, તેની સાથે પાંચ લોકોએ ગેંગરેપ કર્યો.
પીડિત મહિલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમા મહિલાએ પોતાની આપવીતી કહી છે. મહિલા વીડિયોમાં એવું કહેતી નજર આવી રહી છે કે, પાંચ લોકોએ ગેંગરેપ કર્યો. જ્યારે તેઓ મને ધમકી આપવા લાગ્યા ત્યારે મેં પોલીસનો સંપર્ક કર્યો. મહિલાએ કÌšં કે, ફરિયાદ કરવા છતા પોલીસ કોઇ કાર્યવાહી કરી નહી અને પૈસા લઇ આ મામલાને દબાવી દીધો. જ્યારે પોલીસે કોઇ કાર્યવાહી કરી નહી તો મેં પોતાને આગ ચાંપી દીધી.
ત્યાં જ બીજી બાજુ આ મામલામાં દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલિવાલએ પણ સંજ્ઞાન લીધુ છે. સ્વાતિ માલિવાલે ઉત્તરપ્રદાશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પીડિતાને ન્યાય અપાવવા માટે એક પત્ર પણ લખ્યો છે.