પાસપોર્ટમાં વર્કપરમીટના નકલી વિઝા સ્ટીકર લગાવી નાગરીકો સાથે છેતરપિંડી કરતો મુખ્ય સુત્રધાર ઝડપાયો…

ભારતીય પાસપોર્ટ નંગ-૪૪ સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી આણંદ…

આણંદ : એસ.ઓ.જી આણંદ પોલીસે પાસપોર્ટમાં વર્કપરમીટના નકલી વિઝા સ્ટીકર લગાવી દેશભરના નાગરીકો સાથે છેતરપિંડી કરતા મુખ્ય સુત્રધારને ભારતીય પાસપોર્ટ નંગ-૪૪ સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી અજીત રાજયાણ સાહેબ નાઓએ નકલી વીઝા ફ્રોડ કરનાર ઈસમોને શોધી કાઢવા આપેલ સુચના મુજબ તથા પો.ઈન્સશ્રી જી.એન.પરમારના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પો.સ્ટે. ખાતે દાખલ થયેલ નકલી વીઝા અંગેનો ગુનો શોધી કાઢવા પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ભારતીય બનાવટના પાસપોર્ટ કુલ નંગ ૪૪ તથા ઈલેક્ટ્રોનીક સાધનો સાથે મળી કુલ રૂ. ૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મુખ્ય સુત્રધાર વિજયકુમાર રહે. દીલ્હી નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.